×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દેશના અર્થતંત્ર પર આફત : દિલ્હી સહિતના રાજ્યોમાં પૂરના કારણે રૂ.15000 કરોડના નુકસાનનો અંદાજ

નવી દિલ્હી, તા.17 જુલાઈ-2023, સોમવાર

છેલ્લા એક સપ્તાહથી દિલ્હી, ઉત્તરાખંડ સહિત ભારતના ઘણા ભાગોમાં પૂરે તબાહી મચાવી છે. દિલ્હી ઉપરાંત હિમાચલ અને ઉત્તરાખંડ પણ પૂરની ઝપેટમાં છે. આ પૂરના કારણે જાનમાલનું નુકસાન થયું છે. આ સાથે અર્થતંત્રને પણ મોટો ફટકો પડવાનો અંદાજ છે. એસબીઆઈના ઈકોરૈપ અહેવાલમાં અંદાજ લગાવાયો છે કે, આ પૂરને કારણે 10,000થી 15000 કરોડ રૂપિયાનું નુકસાન થઈ શકે છે. એસબીઆઈના આ અહેવાલમાં જણાવાયું છે કે, પૂરના કારણે થયેલા નુકસાનનો ચોક્કસ આંકડો કાઢવો મુશ્કેલ છે, પરંતુ અંદાજ મુજબ આવા પ્રકારની આફતોના કારણે દેશના અર્થતંત્રને પણ ગંભીર અસર પડે છે. રિપોર્ટના અનુમાન મુજબ આના કારણે લગભગ 15000 કરોડનું નુકસાન થઈ શકે છે.

અગાઉ થયું હતું 52,500 કરોડનું નુકસાન

રિપોર્ટમાં જણાવાયું છે કે, અગાઉ 2020માં આવેલા પૂરના કારણે અર્થતંત્રને 52,500 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું. રિપોર્ટમાં નુકસાનીને પહોંચી વળવાની રીતોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રિપોર્ટ અનુસાર આવી કુદરતી આફતોનો સામનો કરવા માટે ઈન્સ્યોરન્સ કવચ વધારવાની જરૂર છે. કોરોનાકાળ બાદ દેશમાં ઈન્સ્યોરન્સ લેવાની સંખ્યમાં વધારો થયો છે, પરંતુ તેને હજુ પણ વધારવાની જરૂર છે. આમ કરવાથી આપત્તિના કારણે થયેલા નુકસાનની ભરપાઈ થઈ શકે.

પૂર અને વાવાઝોડાથી સૌથી વધુ નુકસાન

અહેવાલ મુજબ કુદરતી આફતોમાં સૌથી વધુ નુકસાન પૂરને કારણે થાય છે. દેશમાં 41 ટકા કુદરતી આફતોનું કારણ પૂર છે. વાવાઝોડાના કારણે દેશની અર્થવ્યવસ્થાને ઘણું નુકસાન થાય છે. વર્લ્ડ મેટ્રોલોજીકલ ઓર્ગેનાઈઝેશનના અહેવાલ મુજબ માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં આવી આફતોથી ભારે નુકસાન થાય છે. આ મુજબ વિશ્વમાં આવી આપત્તિઓમાં સૌથી વધુ નુકસાન ફક્ત ભારત અને ચીનમાં જ વધુ થાય છે. વર્ષ 2021માં આવેલા પૂરમાં ચીનને લગભગ 1.50 લાખ કરોડનું નુકસાન થયું હતું.