×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

NCBની મોટી કાર્યવાહી: ગુજરાત સહિત દેશભરમાં રૂ.2400 કરોડના 1,44,000 કિલો ડ્રગ્સના જથ્થાનો નાશ કર્યો

નવી દિલ્હી, તા.17 જુલાઈ-2023, સોમવાર

નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો - NCBએ આજે ગુજરાત સહિત દેશના જુદા જુદા ભાગોમાં 2400 કરોડ રૂપિયાથી વધુની કિંમતના ડ્રગ્સનો નાશ કર્યો છે. આ કાર્યવાહી તમામ રાજ્યોની એન્ટી-નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ (ANTF) સાથે સંકલન કરીને હાથ ધરાઈ હતી. જ્યારે દેશભરમાં એક વર્ષમાં કુલ 10 લાખ કિલો ડ્રગ્સનો નાશ કરાયો છે, જેની કુલ કિંમત રૂપિયા 1200 કરોડ છે.

1,44,000 કિલો ડ્રગ્સ નાશ કરાયો

આજે નવી દિલ્હીમાં ‘ડ્રગ્સ તસ્કરી અને રાષ્ટ્રીય સુરક્ષા’ વિષય પર એક કાર્યક્રમ યોજાયો હતો. ગૃહમંત્રી અમિત શાહની આગેવાની હેઠળ આ કાર્યક્રમ યોજાયો હતો. અમિત શાહે ડ્રગ્સનો નાશ કરવાની કામગીરીનું વર્ચ્યુઅલી નિરીક્ષણ કર્યું હતું. કાર્યવાહી દરમિયાન અંદાજે 2,416 કરોડ રૂપિયાની કિંમતનું 1,44,000 કિલો ડ્રગ્સ નાશ કરાયો હતો.

આ રાજ્યોમાં કરાયો ડ્રગ્સનો નાશ

NCB દ્વારા આસામમાં 1486 કિલો, ચંદીગઢમાં 229 કિલો, ગોવામાં 25 કિલો, ગુજરાતમાં 4277 કિલો, હરિયાણામાં 2458 કિલો, જમ્મુ અને કાશ્મીરમાં 4069 કિલો, મધ્યપ્રદેશમાં 103,884 કિલો, મહારાષ્ટ્રમાં 159 કિલો, ત્રિપુરામાં 1803 કિલો અને ઉત્તર પ્રદેશમાં 4049 કિલોગ્રામ ડ્રગ્સનો નાશ કરાયો...

એક વર્ષમાં 9,580 કરોડ રૂપિયાના ડ્રગ્સનો નાશ કરાયો

નિવેદનમાં જણાવાયું છે કે, કેન્દ્ર સરકારે ડ્રગ્સ મુક્ત ભારત બનાવવા માટે ડ્રગ્સ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી છે. 1 જૂન-2022થી 15 જુલાઈ-2023 સુધીમાં NCB અને રાજ્ય નાર્કોટિક્સ વિરોધી ટાસ્ક ફોર્સના તમામ ક્ષેત્ર એકમોએ આશરે 9,580 કરોડ રૂપિયાની કિંમતનું આશરે 8,76,554 કિલોગ્રામ જપ્ત કરાયેલા ડ્રગ્સનો નાશ કર્યો છે.

એક વર્ષમાં કુલ 10 લાખ કિલો ડ્રગ્સના જથ્થાનો નાશ

આ જથ્થો લક્ષ્યાંક કરતાં 11 ગણો વધુ છે. આજની કાર્યવાહી સાથે એક વર્ષમાં કુલ 10 લાખ કિલો ડ્રગ્સના જથ્થાનો નાશ કરાયો હોવાનું નોંધાયું છે. આ દવાઓની કુલ કિંમત લગભગ રૂ.12000 કરોડ છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર, વ્યસન મુક્તિનું આ અભિયાન નશા મુક્ત ભારતના સપનાને સાકાર કરવા માટે સક્રિયપણે અને તે જ ઉત્સાહ સાથે ચાલુ રહેશે.