×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વર્લ્ડ કપ પહેલા ICCનો મોટો નિર્ણય : આ ટૂર્નામેન્ટોમાં પુરુષ અને મહિલા ટીમની ઈનામની રકમ સમાન રહેશે

નવી દિલ્હી, તા.13 જુલાઈ-2023, ગુરુવાર

ICCએ પુરુષો અને મહિલા ખેલાડીઓને એપાતી પ્રેઈઝ મની એટલે કે ઈનામની રકમને લઈ મોટો નિર્ણય કર્યો છે. ICCએ આજે ICC ટુર્નામેન્ટમાં પુરૂષો અને મહિલા ટીમો માટે સમાન ઈનામની રકમ રાખવાની જાહેરાત કરી છે. ઉપરાંત ટેસ્ટ ક્રિકેટમાં ઓવર રેટના પ્રતિબંધોમાં પણ ફેરફાર કરાયો છે. એટલે કે હવે આવનારી ICC ટૂર્નામેન્ટમાં પુરૂષોને જેટલી રકમ અપાય છે, એટલી જ રકમ મહિલાઓને પણ તેમની ટૂર્નામેન્ટમાં અપાશે... 

આ વર્ષે પુરુષ વર્લ્ડ કપ, તો આવતા વર્ષે રમાશે મહિલા T20 વર્લ્ડકપ

આગામી ICC ઈવેન્ટ્સમાં આ વર્ષે ભારતમાં વર્લ્ડ કપ યોજાવાનો છે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝ-યુએસએના સહયજમાની હેઠળ આગામી વર્ષે T20 વર્લ્ડ કપ રમાશે. તેમજ મહિલાઓ માટેની આગામી ICC ટૂર્નામેન્ટ મહિલા T20 વર્લ્ડ કપ આવતા વર્ષે બાંગ્લાદેશમાં રમાશે.

તમામ વર્લ્ડ કપમાં પુરુષો અને મહિલા ટીમો માટે એકસમાન રકમ કરાઈ

હવે પુરૂષોના વિશ્વ કપમાં જે રકમ ટુર્નામેન્ટ જીતવા અથવા સેમીફાઈનલમાં પહોંચવા અથવા મેચ જીતવા માટે ટીમોને અપાય છે, એટલી જ રકમ મહિલાઓને ફાઈનલ જીતવા, સેમીફાઈનલમાં પહોંચવા અને મેચ જીતવામાં અપાશે. આ પ્રાઈઝ મની દરેક ટુર્નામેન્ટમાં એકસરખી હશે. એટલે કે વન-ડે વર્લ્ડ કપ માટે પુરૂષ અને મહિલાઓની ઈનામની રકમ સમાન હશે. વન-ડે વર્લ્ડ કપમાં પણ આવી રીતે જ પ્રાઈઝ મની અપાશે. દક્ષિણ આફ્રિકાના ડરબનમાં આયોજિત ICCની વાર્ષિક કોન્ફરન્સ દરમિયાન આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય 2030 સુધીમાં ‘ઈનામી રકમમાં સમાનતા’ના લક્ષ્યને હાંસલ કરવાના ICCના પ્રયાસનો આ એક મહત્વપૂર્ણ ભાગ છે.

સમાન ઈનામની રકમ બાબતે અમે 2017થી ધ્યાન કેન્દ્રીત કરી રહ્યા હતા : ICC અધ્યક્ષ

ICCના અધ્યક્ષ ગ્રેગ બાર્કલેએ જણાવ્યું કે, આ અમારી રમતના ઈતિહાસમાં એક મહત્વપૂર્ણ ક્ષણ છે અને મને આનંદ છે કે, ICCના વૈશ્વિક આયોજનોમાં ભાગ લેનારા પુરૂષ અને મહિલા ક્રિકેટરોને હવે સમાન રીતે પુરસ્કૃત કરવામાં આવશે. 2017 બાદ અમે એક સમાન પુરસ્કાર રકમ સુધી પહોંચવા પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે. ઉપરાંત દર વર્ષે મહિલાઓની સ્પર્ધાઓમાં ઈનામની રકમ વધારી છે અને હવેથી ICC મહિલા ટીમને ક્રિકેટ વર્લ્ડ કપ જીતવા પર ICC પુરૂષ ક્રિકેટ વર્લ્ડ કપ જીતવા જેટલી જ ઈનામની રકમ મલશે. T20 વર્લ્ડ કપ અને અંડર19 ટીમ માટે પણ આવું જ છે.