×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

NATOના સભ્યપદ અંગે શરતો હેઠળ યુક્રેનને 'આશ્વાસન', રશિયા વિરુદ્ધ સાંકેતિક મંચ બનાવવાની 'ઓફર'

નાટો સંગઠનના સભ્ય દેશોની લિથુઆનિયામાં બેઠક યોજાઈ રહી છે. આ બેઠક યુક્રેન સાથેના સંબંધો માટે નવું સાંકેતિક મંચ તૈયાર કરવા માટે યોજાઈ હતી. નાટોના સભ્ય દેશોએ રશિયા સામેના યુદ્ધમાં યુક્રેનને વધુમાં વધુ સૈન્ય મદદ કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત તો કરી પણ ભવિષ્યમાં યુક્રેનને નાટોનું સભ્યપદ આપવા અંગે ફક્ત આશ્વાસન જ આપ્યું. 

હવે યુક્રેન માટે થઈ રહ્યો છે આ મોટો પ્રયાસ 

અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડેન અને તેમના નાટો સમકક્ષ નાટો-યુક્રેન પરિષદમાં યુક્રેનના રાષ્ટ્રપતિના વ્લોદિમીર ઝેલેન્સ્કી સાથે બેસશે.  નાટો-યુક્રેન પરિષદ એક કાયમી એકમ હશે જ્યાં 31 સહયોગી અને યુક્રેન ઈમરજન્સી સ્થિતિમાં ચર્ચા વિચારણાં કરી શકશે અને બેઠક બોલાવી શકશે. આ વ્યવસ્થા યુક્રેનને ખરેખર તેમાં સામે થયા વિના સૈન્ય ગઠબંધનની શક્ય તેટલી નજીક લાવવાના નાટોના પ્રયાસનો એક મહત્ત્વપૂર્ણ હિસ્સો છે. 

ઝેલેન્સ્કીએ શું કહ્યું 

નાટોના નેતાઓએ લિથુઆનિયામાં આયોજિત સંમેલન વિશે જણાવતા કહ્યું કે જ્યારે સહયોગીઓ સહમત થશે અને શરતો પૂરી થશે ત્યારે યુક્રેનને આ સંગઠનમાં સામેલ કરવામાં આવશે. જોકે એ કઈ શરતો છે જેને લઈને અસ્પ્ષ્ટતા હોવાથી યુક્રેન સામે પડકારો સર્જાયા છે. દરમિયાન ઝેલેન્સ્કીએ કહ્યું કે અમે એ સુનિશ્ચિત કરવા પર ભાર મૂકી રહ્યા છીએ કે જ્યારે સુરક્ષા ઉપાયો મંજૂરી આપશે તો યુક્રેનને આ આમંત્રણ મળશે. 

પુટિનની કરી આકરી ટીકા 

સંમેલનમાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિનના યુક્રેન પર હુમલાની આકરી ટીકા કરવામાં આવી હતી. બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે કહ્યું કે ઔપચારિક, બહુપક્ષીય અને દ્વિપક્ષીય સમજૂતીની સાથે સાથે નાટોના સભ્યપદ માટે અમે યુક્રેનને સમર્થન આપીશું. તેનાથી પુટિનને મજબૂત સંકેત મળશે. નાટો પ્રમુખ જેન્સ સ્ટોલટેનબર્ગે કહ્યું કે આ બેઠક ઐતિહાસિક છે.