×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

સુરેન્દ્રનગરમાં ચુડા તાલુકાના સમઢિયાળા ગામે બે જ્ઞાતિ વચ્ચે જમીન મામલે બબાલ, 2 દલિતોનાં મોત

ચુડાના સમઢિયાળા ગામે બે જ્ઞાતિ વચ્ચે જમીન બાબતે મોટી બબાલ થયાની માહિતી મળી છે. આ વચ્ચે મારામારીની ઘટનામાં 7  વ્યક્તિઓ ઘાયલ થયાની માહિતી મળી હતી જેમાંથી 2 સારવાર દરમિયાન મૃત્યુ પામી ગયાના અહેવાલ મળ્યા છે.  

2 દલિતો સારવાર દરમિયાન પામ્યાં મૃત્યું 

માહિતી અનુસાર જમીન ખેડવા મુદ્દે બે અલગ અલગ જ્ઞાતિના જૂથો સામસામે બાખડી પડ્યા હતા. આ દરમિયાન હથિયારો સાથે અથડામણ જોવા મળી હતી. જેના લીધે ઘાયલોને ગંભીર ઈજાઓ થઈ હતી. આ ઘટનામાં અનુસુચિત જાતિ એટલે કે દલિતો સમુદાયના 2 આધેડના સારવાર દરમ્યાન મેડિકલ કોલેજમાં મોત થયા હોવાનું સામે આવ્યું છે. એક સાથે 2 હત્યાના બનાવને લઈ મેડિકલ કોલેજ ખાતે અનુસૂચિત સમાજના આગેવાનો એકત્રિત થયા હતા. 

ઘટના બાદ તંગદિલી 

ઘટના બાદ ભારે તંગદિલી ભર્યા વાતાવરણ વચ્ચે ડી.વાય. એસપી. લોકલ ક્રાઇમ બ્રાન્ચ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ચુડા તાલુકાના સમઢીયાળા ગામમાં આ બનાવ બન્યો હતો. જેમાં અથડામણને લઈ 7થી વધુ લોકોને ઇજા પહોંચી હતી. તમામને સારવાર માટે ખસેડાયા હતા. મેડિકલ કોલેજ ખાતે સારવાર આપવામાં આવી રહી હતી જેમાં બે આધેડના મોત થાય હોવાનું સામે આવ્યું છે.  

મામલો શું હતો? 

ચુડા તાલુકાના સમઢિયા ગામે બે જ્ઞાાતિ વચ્ચે જમીન વિવાદમાં બોલાચાલી થઈ હતી. તે સમયે બોલાચાલીમાં બંને પક્ષના વ્યક્તિઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા. ઉશ્કેરાયેલા લોકોએ લાકડા તેમજ અન્ય હથિયારો વડે હુમલો કર્યો હતો. જેમાં એક જ પરિવારના દલપભાઈ કાનાભાઈ, અલાભાઈ પામાભાઈ પરમાર, સાતાબેન પામાભાઈ પરમાર, મનોજભાઈ પ્રેમજીભાઈ પરમાર, નંદનીબેન મનોજભાઈ પરમાર સહિતનાને ગંભીર ઈજાઓ થઈ હતી. ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સની મદદથી ત્રણ એમ્બ્યુલન્સમાં સારવાર અર્થે સુરેન્દ્રનગર સી.યુ.શાહ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતાં. આ બનાવની જાણ ચુડા પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી.