×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભારત સહિત ઘણા દેશોમાં પૂરથી તબાહી : વૈજ્ઞાનિકોએ કારણ જણાવી કહ્યું, ‘હજુ તો આ શરૂઆત છે…’

નવી દિલ્હી, તા.11 જુલાઈ-2023, મંગળવાર

ભારતભરમાં ચોમાસુ સક્રિય થઈ ગયું છે. ભારે વરસાદના કારણે ભારતના ઘણા ભાગોમાં પૂર જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. હિમાચલ પ્રદેશના ઘણા વિસ્તારો પાણીમાં જળમગ્ન જોવા મળી રહ્યા છે... સતત પડી રહેલા વરસાદ અને ભુસ્ખલનના કારણે પહાડો પર કુલ 35 લોકોએ જીવ ગુમાવ્યો છે... આવી સ્થિતિ માત્ર ભારતમાં જ નથી... વિશ્વના ઘણા દેશો આવા પ્રકારની સ્થિતિ સામે ઝઝુમી રહ્યા છે. ચીન, અમેરિકા, જાપાન, તુર્કેઈમાં પણ પૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે.

ચીન, અમેરિકા, જાપાન, તુર્કેઈમાં પણ પૂર જેવી સ્થિતિ

જાપાનમાં મુશળધાર વરસાદના કારણે ભુસ્ખલનમાં 2 લોકોના મોત થયા છે, જ્યારે 6 લોકો હજુ લાપતા હોવાનું સામે આવ્યું છે, તો ચીન પણ ખુબ વિકટ પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે. પૂર જેવી પરિસ્થિતિઓના કારણે ચીનમાં 10 હજારથી વધુ લોકો પોતાનું ઘર છોડવા માટે મજબુર બન્યા છે. ઉત્તર, મધ્ય અને દક્ષિણ ચીન ખુબ જ ખરાબ રીતે પૂરની ગંભીર સ્થિતિનો સામનો કરી રહ્યા છે. એસોસિએટેડ પ્રેસના અહેવાલો મુજબ અમેરિકા પણ પૂરના પ્રકોપનો સામનો કરી રહ્યો છે. 2011માં આવેલા વાવાઝોડા આઈરીનની તબાહી બાદ ન્યુયોર્કની હડસન વૈલીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના કારણે તુર્કેઈ અને કાલા સાગર દરિયાકાંઠે નદિઓના વહેણ ભયાનક ઉછાળા મારી રહ્યા છે.

વિશ્વભરમાં પૂરની સ્થિતિ એક સમાનતા

વિશ્વભરનાં ઘણા ભાગોમાં જોવા મળતી પૂરની સ્થિતિ એક બીજાથી હજારો કિલોમીટર દૂર થઈ રહી છે, પરંતુ જો વૈજ્ઞાનિકોનું માનીએ તો આ બધામાં કેટલીક બાબતો એક સમાન છે. વૈજ્ઞાનિકોએ કહ્યું કે, આ પૂર ગરમ વાતાવરણમાં સર્જાતા વાવાઝોડાનું પરિણામ છે, જેના કારણે વધુ પડતો વરસાદ સામાન્ય બાબત બની ગઈ છે. ગરમ વાતાવરણમાં વધુ ભેજ હોય છે, જેના કારણે તોફાનથી વધુ વરસાદ થાય છે અને ગંભીર પરિણામો ભોગવવાનો વારો આવી શકે છે. વૈજ્ઞાનિકોના મતે પ્રદૂષક તત્વો ખાસ કરીને કાર્બન ડાયોક્સાઈડ અને મિથેન પર્યાવરણને ગરમ કરી રહ્યા છે.

પૃથ્વી પર આવી સ્થિતિ વર્ષ 2100 સુધી રહેશે

ગરમીને પૃથ્વીથી દૂર અવકાશમાં જવા દેવાને બદલે, પૃથ્વી તેને પકડીને રાખે છે. વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે કે, 21મી સદીના મધ્ય સુધી તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ જેટલું રહેશે... ભેજમાં વર્ષમાં 20થી 50 ગણો વધારો થશે... 2022માં એક અભ્યાસ કરવામાં આવ્યો હતો. વૈજ્ઞાનિકોના મતે વર્ષ 2100 સુધીમાં અમેરિકાના દક્ષિણપૂર્વ જેવા સ્થાનો માટે ‘ભીષણ ગરમી સૂચકાંક’ મોટાભાગના ઉનાળા સુધી રહેવાની સંભાવના છે.