×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ગંગોત્રી નેશનલ હાઈવે પર ભુસ્ખલનની ઘટના, કાટમાળમાં દબાઈ જવાથી ચાર લોકોના મોત, છ ઘાયલ

Image : screen grab

ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં એક મોટી દુર્ઘટના બની છે, જેમાં ગંગોત્રીથી ઉત્તરકાશી પરત ફરી રહેલા તીર્થયાત્રીઓના વાહનો પર સુંગર પાસે ભૂસ્ખલન થવાની ઘટના બની છે. જેમાં ત્રણ પેસેન્જર વાહનો પર મોટા પથ્થરો પડતા અનેક લોકો કાટમાળ નીચે દબાઈ ગયા હતા, જોકે મોડી રાત્રે સ્થાનિક લોકોની મદદથી કેટલાક મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા.

 ગઈકાલે મોડી રાત્રે આ અકસ્માત થયો

ઉત્તરકાશીના ગંગોત્રી નેશનલ હાઈવે પર ગઈકાલે મોડી રાત્રે આ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ઘણા મુસાફરોને બચાવી લેવામાં આવ્યા હતા, જો કે મોડી રાતે પહાડો પરથી મોટા મોટા પથ્થર પડતા રહ્યા હતા અને બચાવ કામગીરી અટકાવી દેવામાં આવી હતી. આ અકસ્માતમાં ચાર યાત્રાળુઓના મોત થયા છે, જ્યારે છથી વધુ લોકો ઘાયલ થયા છે. આ ઘટનાની મળતી માહિતી મુજબ ઉત્તરકાશીમાં વરસાદને કારણે સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ છે અને સતત વરસાદ વરસી રહ્યો છે. ઘણા લોકો પોતાના વાહનો પાર્ક કરીને હાઈવે ખુલવાની રાહ જોઈ રહ્યા છે.

ઉત્તરાખંડમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ

ઉત્તરાખંડમાં ભારેથી અતિ ભારે વરસાદને લઈને હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતા છે. તેને જોતા આજે દેહરાદૂન, ટિહરી, ચમોલી, પૌરી, દેહરાદૂન, બાગેશ્વર, નૈનીતાલ, અલ્મોડા, રુદ્રપ્રયાગમાં શાળાઓ બંધ કરવાનો આદેશ જારી કરવામાં આવ્યો છે.