×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાજધાની દિલ્હીમાં ધોધમાર વરસાદથી ઠેર-ઠેર તબાહીના દ્રશ્યો, સોમવારે સ્કુલો બંધ, 17 ટ્રેનો રદ, 12ના રુટ બદલાયા

Image Twitter 

તા. 9 જુલાઈ 2023, રવિવાર 

આજે રવિવાર સવારથી જ દિલ્હી - એનઆરસીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદે તબાહી મચાવી છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ રવિવારે સવારે એક ટ્વિટમાં કહ્યું હતું કે, દિલ્હી અને તેની આસપાસના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદ પડી શકે છે તેમજ તેની સાથે ગાજવીજ થવાની પણ સંભાવના છે. 

દિલ્હીના મોદીનગરમાં વીજળી પડી

દિલ્હીના મોદીનગરના નિવારીમાં આવેલા પંગા ગામમાં વીજળી પડી હતી. ગામમા આ વીજળી પડતાંની સાથે અનેક ગ્રામજનોના વીજ સાધનો ઉડી ગયા હતા. તો અહી સ્થાનિક વિક્રમ સિંહના ઘરમાં તિરાડ પડી ગઈ હતી. જો કે હાલમાં ક્યા કેટલું નુકસાન થયેલ છે તેના વિશે અધિકૃત માહિતી મળી નથી.

દિલ્હીમાં ભારે વરસાદને કારણે ઉત્તર રેલવેએ લગભગ 17 ટ્રેનો રદ કરી 

ઉત્તર રેલવેના પ્રવક્તાએ એક નિવેદન આપતા કહ્યું હતું કે પાણી ભરાવાને કારણે ચાર સ્થળોએ ટ્રાફિક રોકવામાં આવ્યો છે. દિલ્હીમાં ભારે વરસાદને કારણે ઉત્તર રેલ્વેએ લગભગ 17 ટ્રેનો રદ કરી છે અને 12 ટ્રેનને બીજી રસ્તે ડાયવર્ટ કરી છે. જેમા નોગનવાન (અંબાલા) - નવા મોરિંડા, નાંગલ ડેમ અને આનંદપુર સાહિબ વચ્ચે અને કિરાતપુર સાહિબ અને ભરતગઢ વચ્ચેના વિસ્તારોનો સમાવેશ થાય છે. સતત ભારે વરસાદને કારણે દિલ્હી વિસ્તારમાંથી ટ્રેનોને સુરક્ષિત રીતે ચલાવવા માટે કડક તકેદારી રાખવામાં આવી રહી છે. કે જેથી કોઈ દુર્ઘટના જેવી સ્થિતિ ઉભી ન થાય. 17 ટ્રેનનો રદ કરવામાં આવી તે વિશે વધુ માહિતી રેલવેની વેબસાઈટ પર મુકવામાં આવી છે.