×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

વંદે ભારત ટ્રેન હવે આ રંગમાં પણ દેખાશે! રેલવેમંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું – ત્રિંરગાથી લીધી પ્રેરણા

image : Twitter


વંદે ભારત એક્સપ્રેસ હવે નવા રંગરૂમમાં જોવા મળશે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે દેશને તેની પ્રથમ ઝલક બતાવી. તેમણે પોતાના ટ્વિટર હેન્ડલ પર નવી વંદે ભારત ટ્રેનની કેટલીક તસવીરો શેર કરી છે. નવા લુકમાં વંદે ભારત કેસરી, સફેદ અને કાળા રંગના મિશ્રણમાં જોવા મળશે. અત્યારે આ સેમી-હાઈ-સ્પીડ ટ્રેનનો રંગ વાદળી અને સફેદ છે. રેલવે મંત્રી ચેન્નાઈમાં ઈન્ટિગ્રલ કોચ ફેક્ટરી (ICF) પહોંચ્યા હતા. રેલ્વે મંત્રી વૈષ્ણવે કહ્યું કે કેસરી રંગ ત્રિરંગાથી પ્રેરિત છે.

વંદે ભારત ટ્રેનમાં  આ વખતે 25થી વધુ સુધારા કરાયા 

રેલ્વે મંત્રી વૈષ્ણવે કહ્યું કે અત્યાર સુધીમાં વંદે ભારત ટ્રેનમાં 25 થી વધુ સુધારા કરવામાં આવ્યા છે. આ સમયગાળા દરમિયાન મંત્રી વૈષ્ણવે વરિષ્ઠ અધિકારીઓ અને કર્મચારીઓ સાથે ઉત્પાદન અને અન્ય તકનીકી બાબતો પર પણ વાતચીત કરી હતી. ICFએ 2018-19માં દેશને પ્રથમ સેમી હાઇ સ્પીડ વંદે ભારત ટ્રેન આપી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી દિલ્હી અને વારાણસી વચ્ચે તેને ફ્લેગ ઓફ કર્યું હતું. ઑક્ટોબર, 2022 ના બીજા સપ્તાહ દરમિયાન, ICF એ 1955 માં તેની શરૂઆતથી અત્યાર સુધીમાં 70,000 થી વધુ કોચ રજૂ કરવાની વિશિષ્ટતા હાંસલ કરી છે, જે વિશ્વમાં કોઈપણ પેસેન્જર કોચ ઉત્પાદક દ્વારા સૌથી વધુ છે.