×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

NDAની 18 જુલાઈએ યોજાનાર બેઠકમાં સામેલ થશે અજીત પવાર અને પ્રફુલ પટેલ

પટણા, તા.07 જુલાઈ-2023, શુક્રવાર

સત્તાધારી પક્ષ અને વિપક્ષી દળો લોકસભાની ચૂંટણીઓમાં લાગી ગઈ છે. તો મહારાષ્ટ્રના રાજકારણમાં પણ ઘણા સમયથી ભડકો જોવા મળી રહ્યો છે, ત્યારે આ ચહલપહલ વચ્ચે 18 જુલાઈએ ભાજપની આગેવાની હેઠળની રાષ્ટ્રીય લોકશાહી ગઠબંધન (NDA) બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. આ બેઠકનું મહત્વ એટલા માટે છે કે, કેટલાક નવા પક્ષો તેમજ કેટલાક જૂના વિખૂટા પડી ગયેલા પક્ષોને ફરી NDAમાં સામેલ કરવા પર મહત્વપૂર્ણ નિર્ણય લેવાશે, ત્યારે આ બેઠકમાં NCPના બળવાખોર નેતા અને મહારાષ્ટ્રના નવા નાયબ મુખ્યમંત્રી અજિત પવાર અને પ્રફુલ્લ પટેલ પણ સામેલ થશે તેવા અહેવાલો મળી રહ્યા છે. આ સાથે જ દિલ્હીના રાજકારણમાં અજિત પવારની પ્રથમવાર એન્ટ્રી થશે.

18મી જુલાઈએ યોજાશે વિપક્ષી દળોની બેઠક

18મી જુલાઈએ NDAની મોટી બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠક મહત્વપૂર્ણ છે કારણ કે કેટલાક નવા અને જૂના વિખૂટા પડી ગયેલા સાથીઓને એનડીએમાં ફરીથી સામેલ કરવા અંગે મહત્વપૂર્ણ નિર્ણય લેવાનો છે. બિહારમાં, લોજપા (આર) હજુ પણ NDAમાંથી બહાર છે, જ્યારે જીતન રામ માંઝીની પાર્ટી હમ, ઉપેન્દ્ર કુશવાહાની RLJD અને મુકેશ સાહનીની પાર્ટી VIP અંગેનો નિર્ણય પણ આ બેઠકમાં થશે. આ નેતાઓને બેઠકમાં હાજરી આપવા આમંત્રણ પણ મળ્યું હોવાની સંભાવના છે. જો કે, અત્યાર સુધી માત્ર ચિરાગ પાસવાને જ બેઠકમાં હાજરી આપવાનું આમંત્રણ મળ્યા હોવાના અહેવાલો મળી રહ્યા છે. ઉત્તર પ્રદેશ, પંજાબ ઉપરાંત દક્ષિણની કેટલીક પાર્ટીઓ પણ એનડીએમાં સામેલ થવાની ચર્ચાઓ ચાલી છે.

અગાઉ પટણામાં યોજાઈ હતી 15 વિપક્ષી દળોની બેઠક

લોકસભાની ચૂંટણીને એક વર્ષથી પણ ઓછો સમય બાકી છે. ભાજપ મુક્ત ભારતના સંકલ્પ સાથે 15 વિપક્ષી પાર્ટીઓએ પટનામાં એક વખત બેઠક યોજી ચુક્યા છે. તેમની આગામી બેઠક પણ આ મહિને બેંગલુરુમાં યોજાશે. અગાઉ આ બેઠક શિમલામાં યોજાવાની હતી. દરમિયાન મહારાષ્ટ્રમાં NCPના લગભગ 3 ડઝન ધારાસભ્યોએ વિપક્ષી એકતાનો વિરોધ કરીને ભાજપ-શિવસેના ગઠબંધન સાથે હાથ મિલાવ્યા છે. કોણ અસલી અને કોણ નકલી તેનો વિવાદ NCPમાં પણ શરૂ થયો છે. પાર્ટીના વિભાજન પહેલા પણ અને પછી પણ એનસીપી પ્રમુખ શરદ પવાર પર વિપક્ષને પૂરો વિશ્વાસ છે. એનસીપીમાં વિભાજન બાદ શરદ પવાર પ્રત્યે સહાનુભૂતિ દર્શાવનારાઓમાં કોંગ્રેસના રાહુલ ગાંધી, આરજેડીના લાલુ પ્રસાદ યાદવ અને ટીએમસીના મમતા બેનર્જી સામેલ હતા.