×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાજ્યમાં આગામી 3 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગની મોટી આગાહી

અમદાવાદ, તા.07 જુલાઈ-2023, શુક્રવાર

અમદાવાદમાં ભારે ઉકળાટ અને બફારા બાદ આજે સાંજે મેઘરાજા મનમુકીને વરસી રહ્યા છે, જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી અને શહેરના લોકોને રાહત મળી હતી. દરમિયાન હવામાન વિભાગે રાજ્યમાં વરસાદને લઈ મોટી આગાહી કરી છે. આગામી 3 દિવસ રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 48 કલાક અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ અપાયું છે. 8 જુલાઈએ અત્યંત ભારે વરસાદ રહેશે.

ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી

જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા, પોરબંદર, અમરેલી, ભાવનગરમાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જૂનાગઢ અને ગીર સોમનાથમાં આવતીકાલે રેડ એલર્ટ જાહેર કરાયું છે. દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પણ ભારેથી અતિભારે વરસાદ રહશે.

10 જુલાઈ બાદ વરસાદની ગતી ધીમી પડશે

9 જુલાઈએ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. 10 જુલાઈ બાદ વરસાદની ગતી ધીમી પડશે. ઓફસોર ટ્રફ, સાયક્લોનિક સરકયુલેસન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની પડશે. અમદાવાદમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે. અત્યાર સુધી રાજ્યમાં 40 ટકાથી વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.


અમદાવાદમાં મેઘરાજા મનમુકીને વરસતા બફારાથી રાહત

દરમિયાન શહેરમાં ગઈકાલે પણ અનેક વિસ્તારમાં વરસાદ પડયો હતો, જેના પગલે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. અમદાવાદમાં છેલ્લા બે દિવસથી ગરમીનું પ્રમાણ જોવા મળી રહ્યું હતું અને તાપમાનમાં પણ વધારો થયો હતો જેના પગલે ભારે ઉકળાટ અને બફારાથી લોકો કંટાળી ગયા હતા ત્યારે આજે સાંજે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું હતું. જોકે સાંજના સમયે શહેરમાં વધુ ટ્રાફિક થતો હોવાથી વાહનચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. દરમિયાન વરસાદના પગલે વાતાવરણમાં ઠંડક થતા લોકોને રાહત મળી હતી. એસજી હાઈવે, થલતેજ, વસ્ત્રાપુર, ડ્રાઈવિંર રોડ, સેટેલાઈટ, પ્રહલાદનગર, જીવરાજ પાર્ક સહિત તમામ વિસ્તારોમાં મેઘરાજા વરસ્યા હતા. ભારે વરસાદને પગલે શહેરમાં અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા.