×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

શરદ પવાર વર્કિંગ કમિટીની બેઠક બાદ કહ્યું-હું જ NCPનો અધ્યક્ષ છું, ભત્રીજાએ મીટિંગ ગેરકાયદે ઠેરવી


નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટીમાં બળવા બાદ હવે ભાષણબાજી અને બેઠકોનો તબક્કો ચાલી રહ્યો છે. એક તરફ શરદ પવારે આજે દિલ્હીમાં NCPની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક કરી હતી. તેમણે બેઠકમાં કહ્યું કે, હું જ NCPનો અધ્યક્ષ છું. અન્ય કોઈ પ્રમુખ બનવાની વાત ખોટી છે. બીજી તરફ તેમના ભત્રીજા અને NCP બળવાખોર જૂથના નેતા અજિત પવારે આ બેઠકને ગેરકાયદેસર ગણાવી છે.

શરદ પવાર દ્વારા બોલાવવામાં આવેલી બેઠક ગેરકાયદેસર: અજીત પવાર 

અજિત પવાર દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, 'શરદ પવાર દ્વારા બોલાવવામાં આવેલી બેઠક ગેરકાયદેસર છે. NCPના પ્રતિનિધિત્વ અંગેનો વિવાદ ECIના અધિકારક્ષેત્રમાં છે. એટલા માટે પાર્ટીની અંદરની કોઈપણ વ્યક્તિને રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક બોલાવવાનો અધિકાર નથી. મીટીંગમાં લીધેલા નિર્ણયોને અનુસરવા માટે કાયદેસર રીતે કોઈ બંધાયેલ નથી.

આટલા લોકોએ શરદ પવારને આપ્યું સમર્થન 

સુપ્રિયા સુલે, સાંસદ ફૌઝિયા ખાન, વંદના ચવ્હાણ, પીસી ચાકો (કેરળ પ્રમુખ), યોગાનંદ શાસ્ત્રી, જિતેન્દ્ર આવ્હાડ, વીરેન્દ્ર વર્મા (હરિયાણા પ્રમુખ) સાથે દિલ્હીમાં શરદ પવારના નિવાસસ્થાને એનસીપીની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં શરદ પવાર સાથે છે. રાષ્ટ્રીય કાર્યકારિણી સિવાય શરદ પવારે આજે રાષ્ટ્રીય કાર્ય સમિતિ, રાષ્ટ્રીય પદાધિકારીઓ અને પ્રદેશ પક્ષ પ્રમુખોની બેઠક બોલાવી હતી.