×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ચંદ્રયાન-3ને અંતરિક્ષમાં મોકલવાની તૈયારીઓ પૂર્ણ: 14 જુલાઈના રોજ થશે લોન્ચિંગ


ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશએ બહુપ્રતીક્ષિત મિશન ચંદ્રયાન-3ની પ્રક્ષેપણ તારીખ જાહેર કરી છે. ચંદ્રયાન-3 14 જુલાઈએ બપોરે 2.35 કલાકે લોન્ચ થશે. અગાઉ, ISROએ 12 અને 19 જુલાઈ વચ્ચેની તારીખ નક્કી કરી હતી. ચંદ્રયાન-3 મિશનનો મુખ્ય ઉદેશ્ય ચંદ્રની સપાટી પર સુરક્ષિત લેન્ડીંગ કરવા પર છે. આ પહેલા ઈસરોના અધ્યક્ષ એસ. સોમનાથે કહ્યું હતું કે, અંતરિક્ષ ક્ષેત્રમાં આ ભારતની બીજી મોટી સફળતા હશે.


ચંદ્રયાન-3 મિશનનો મુખ્ય ઉદેશ્ય આ છે

ચંદ્રયાન-2 પછી આ મિશનને ચંદ્રની સપાટી પર સુરક્ષિત લેન્ડિંગ માટે મોકલવામાં આવી રહ્યું છે. ચંદ્રયાન-2 મિશન છેલ્લા તબક્કામાં નિષ્ફળ ગયું હતું. તેનું લેન્ડર ધરતીની સપાટી પર આંચકા સાથે અથડાયું, ત્યારબાદ તેનો પૃથ્વીના કંટ્રોલ રૂમ સાથેનો સંપર્ક તૂટી ગયો. ચંદ્રયાન-3 એ જ ભૂલને સુધારી મિશનને પૂર્ણ કરવા માટે મોકલવામાં આવી રહ્યું છે.

ચંદ્રયાન-3 મિશન ચંદ્રયાન-2નો આગળનો તબક્કો

ઈસરોના અધિકારીઓના જણાવ્યા અનુસાર, ચંદ્રયાન-3 મિશન ચંદ્રયાન-2નો આગળનો તબક્કો છે, જે ચંદ્રની સપાટી પર ઉતરશે અને પરીક્ષણો હાથ ધરશે. મિશનની સફળતા માટે નવા સાધનો બનાવવામાં આવ્યા છે. અલ્ગોરિધમ્સમાં સુધારો કરવામાં આવ્યો છે. ચંદ્રયાન-2 મિશન ચંદ્રની સપાટી પર લેન્ડીંગમાં નિષ્ફળ ગયેલા કારણો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.