×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રાજ્યના ત્રણ જિલ્લાઓમાં રેડ અને 16 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર, 23 જળાશયો હાઈએલર્ટ પર


રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરુ થઈ ગયો છે અને મેઘરાજા ફરી એકવાર અનેક જિલ્લાને ઘમરોળશે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં પાંચ  દિવસ સુધી અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે. રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ ગુજરાતના ત્રણ જિલ્લામાં વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

રાજ્યમાં પાંચ દિવસ સુધી અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે અતિભારે વરસાદની આગાહી કરી છે જેમા સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે આગામી પાંચ દિવસ ભારે વરસાદને લઈને એલર્ટ પણ આપવામાં આવ્યુ છે. સૌરાષ્ટ્રના અનેક પંથકોમાં વરસાદ તૂટી પડશે તેવી શક્યતા છે જેમા જામનગર, અમરેલી, ગીર સોમનાથમાં ભારે વરસાદની આગાહી છે. આ તરફ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી, સુરત, ડાંગ, દાદરા નગર અને હવેલીમાં તેમજ સૌરાષ્ટ્રમાં જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં વરસાદ પડી શકે છે. આ સાથે કચ્છના મુંદ્રા, ન્યુ કંડલા, નવલખી સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગે રાજ્યમાં આવતીકાલે ત્રણ જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે જ્યારે 16 જિલ્લા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.


રાજ્યના 23 જળાશયો હાઈએલર્ટ પર

રાજ્યમાં ચોમાસાની સિસ્ટમ ફરીએકવાર સક્રિય થતા રાજ્યભરમાં અતિથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. ભારે વરસાદને પગલે આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપી દેવામાં આવી છે. આ ઉપરાંત ભારે વરસાદને પગલે અનેક જળાશયોમાં નવા નીર આવ્યા છે તેમજ અનેક ડેમોના દરવાજા ખોલાવામાં આવ્યા છે જેના પગલે અનેક ગામોને નદીના પટમાં અવર જવર ન કરવા સૂચના અપાઈ છે. હવામાન વિભાગ જણાવ્યા અનુસાર રાજ્યના 206 જળાશયોમાંથી 23 હાઈએલર્ટ પર છે. જ્યારે 15 એલર્ટ પર અને 10 ભયજનક સ્તર પર છે.