×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

યુનિફોર્મ સિવિલ કોડ મુદ્દે બસપા સુપ્રીમો માયાવતીએ કહ્યું – 'દેશ પર બળજબરીપૂર્વક થોપવામાં ન આવે'

image : Twitter


સમાન નાગરિક સંહિતા (યુનિફોર્મ સિવિલ કોડ - UCC) અંગે જ્યારથી વડાપ્રધાન મોદીએ ટિપ્પણી કરી છે ત્યારથી સમગ્ર દેશમાં આ મામલો ચર્ચામાં આવી ગયો છે. આ મામલે વિપક્ષમાં એકતાના પ્રયાસો વચ્ચે અનેક પક્ષો આ મામલે અલગ અલગ વિચાર ધરાવતાં દેખાઈ રહ્યા છે. આમ આદપી પાર્ટી અને ઉદ્ધવની શિવસેના બાદ હવે બસપા સુપ્રીમો માયાવતીએ પણ UCC મુ્દ્દે સરકારને સમર્થન આપવાની જાહેરાત કરી દીધી. જોકે આ જાહેરાત સાથે માયાવતીએ કેન્દ્ર સરકારને કેટલીક મહત્ત્વની સલાહ પણ આપી હતી. 

માયાવતીએ UCC મુદ્દે શું કહ્યું ? 

બસપા સુપ્રીમો માયાવતીએ UCC મુદ્દે પોતાની પાર્ટીનું વલણ સ્પષ્ટ કરતાં કહ્યું કે અમે જણાવી દેવા માગીએ છીએ કે અમે UCCના વિરોધી નથી પરંતુ દેશ પર બળજબરીપૂર્વક UCC થોપવામાં ન આવવો  જોઈએ. આ મુદ્દે સર્વાનુમતે નિર્ણય લેવામાં આવે તો જ યોગ્ય રહેશે. તેમણે કહ્યું કે જોકે તેણે બળજબરીપૂર્વક દેશ પર થોપવાની ભાજપની રીત બાબા સાહેબ આંબેડકરના બંધારણને અનુરૂપ નથી. તેના પર સર્વાનુમત જરૂરી છે. તેમણે કહ્યું કે અમે UCCને લાગુ કરવાની ભાજપની રીતનો વિરોધ કરીશું. 

બંધારણમાં UCC નો ઉલ્લેખ

માયાવતીએ વધુમાં કહ્યું કે ભાજપે UCC સાથે જોડાયેલા તમામ પાસાઓ પર વિચાર કરવો જોઈએ. અમારો પક્ષ UCCના અમલની વિરુદ્ધ નથી. UCC લાગુ કરવાના બીજેપી મોડલ પર અમને મતભેદ છે. ભાજપ UCC દ્વારા સંકુચિત માનસિકતાવાળી  રાજનીતિ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. તેમણે કહ્યું કે જો ભાજપ તેને તેના તુચ્છ રાજકીય એજન્ડાથી ઉપર ઉઠીને લાવે છે, તો અમે તેને સમર્થન આપીશું, નહીં તો અમે તેનો વિરોધ કરીશું. સરકાર UCCને ચર્ચાનો વિષય બનાવીને ધ્યાન હટાવવાની રાજનીતિ કરી રહી છે. બંધારણમાં UCC નો ઉલ્લેખ પહેલાથી જ છે.

દેશમાં વિવિધ ધર્મના લોકો

બસપા પ્રમુખે કહ્યું કે દેશમાં વિશાળ વસ્તીવાળા ભારતમાં હિન્દુ, મુસ્લિમ, શીખ, ખ્રિસ્તી, પારસી, બૌદ્ધ અલગ-અલગ ધર્મોને અનુસરીને રહે છે. તેમની પોતાની ખાવાની રીત, રહેવાની અને જીવનશૈલી અને ધાર્મિક વિધિઓ છે. તેની અવગણના કરી શકાય નહીં.