×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મેજર અપસેટ! વેસ્ટ ઈન્ડિઝ ICC વર્લ્ડકપની રેસથી બહાર, સ્કોટલેન્ડ સામે હાર્યું, પહેલીવાર ભાગ નહીં લઈ શકે

image : Twitter


ICC ક્વોલિફાયર 2023 ની સુપર સિક્સ મેચમાં સ્કોટલેન્ડે વેસ્ટ ઈન્ડિઝ (WI vs SCO) ને 7 વિકેટથી હરાવી મોટો અપસેટ સર્જ્યો. આ હાર સાથે વેસ્ટ ઈન્ડિઝ ટીમનું વર્લ્ડ કપ માટે ક્વોલિફાઈ થવાનું સપનું સમાપ્ત થઈ ગયું છે. વર્લ્ડ કપના ઈતિહાસમાં આ પ્રથમ વખત બનશે જ્યારે વેસ્ટ ઈન્ડિઝ આ ટુર્નામેન્ટનો ભાગ નહીં હોય.

સ્કોટલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરી હતી 

સ્કોટલેન્ડે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. બે વખતની વર્લ્ડ ચેમ્પિયન વેસ્ટ ઈન્ડિઝે ખૂબ જ ખરાબ બેટિંગ કરતા 43.5 ઓવરમાં 181 રન બનાવ્યા હતા. બ્રેન્ડન મેકમુલેને ત્રણ વિકેટ ઝડપી હતી. ટાર્ગેટનો પીછો કરતા બ્રેન્ડન મેકમુલેન (69) અને મેથ્યુ ક્રોસ (અણનમ 74) રન બનાવી ટીમને જીત અપાવી હતી. સ્કોટલેન્ડે 43.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 183 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

વેસ્ટ ઈન્ડિઝના ધૂરંધર બેટ્સમેનો નિષ્ફળ રહ્યા 

પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત ખરાબ રહી હતી. ટીમના સ્ટાર ખેલાડીઓ શમર બ્રુક્સ (0), બ્રાન્ડ કિંગ (22), કેપ્ટન શાઈ હોપ (13), કાયલ મેયર્સ (5) અને નિકોલસ પૂરન (21) ઝડપથી પેવેલિયન પરત ફર્યા હતા. એક તબક્કે વેસ્ટ ઈન્ડિઝે 81 રનમાં પોતાની 6 વિકેટ ગુમાવી દીધી હતી. એવું લાગતું હતું કે આખી ટીમ 150 પહેલા ઓલઆઉટ થઈ જશે, પરંતુ જેસન હોલ્ડર અને રોમન શેફર્ડે 77 રનની ભાગીદારી કરી વેસ્ટ ઈન્ડિઝને 181ના સ્કોર સુધી પહોંચાડી દીધી.

બ્રેન્ડન મેકમુલેનનું ઓલરાઉન્ડ પ્રદર્શન

સ્કોટલેન્ડના સ્ટાર ખેલાડી બ્રેન્ડન મેકમુલેને પ્રથમ બોલિંગમાં કમાલ કરી બતાવી હતી. મેકમુલને તરખાટ મચાવતા કેરેબિયન ખેલાડીઓને પેવેલિયન મોકલી દીધા. તેણે 9 ઓવરમાં 32 રન આપીને 3 વિકેટ લીધી હતી. મેકમુલને વેસ્ટ ઈન્ડિઝના પ્રથમ ત્રણ ખેલાડીઓની વિકેટ લીધી હતી. આ સાથે જ ટાર્ગેટનો પીછો કરતા બ્રાન્ડોન મેકમુલેને મેચ વિનિંગ ઇનિંગ્સ રમી હતી.