×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

'પૂર્વોત્તરના ક્ષેત્રોની પરંપરા- સંસ્કૃતિ સાથે ચેડાં ન થવા જોઈએ', UCC મુદ્દે NDAનો વધુ એક સાથી 'ખફા'

image : Twitter


PM મોદીના UCC મુદ્દે નિવેદન બાદથી દેશભરમાં આ મામલે ચર્ચા છંછેડાઈ ગઈ છે. આમ આદમી પાર્ટી અને ઉદ્ધવની શિવસેનાએ UCC મુદ્દે સમર્થનની જાહેરાત કરી છે ત્યારે નોર્થઈસ્ટના રાજ્ય મેઘાલયમાં મુખ્યમંત્રી અને ભાજપના જ સહયોગી NPP પાર્ટીના અધ્યક્ષ કોનરાડ કે. સંગમાએ UCC મુદ્દે વિરોધ કરતાં તેની ટીકા કરી છે. અગાઉ પંજાબમાં ભાજપના સહયોગી રહી ચૂકેલા શિરોમણી અકાલી દળે પણ UCCનો વિરોધ કર્યો હતો. 

કોનરાડ સંગમાએ શું કહ્યું ... 

મેઘાલયના સીએમ કોનરાડ સંગમાએ કહ્યું કે સમાન નાગરિક સંહિતા એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ (UCC) ભારતના વાસ્તવિક વિચારોની વિરુદ્ધ છે. નેશનલ પીપલ્સ પાર્ટી (NPP) ના અધ્યક્ષ સંગમાએ કહ્યું કે  UCC દેશ માટે ઉપયોગી નથી. તે ભારતના વાસ્તવિક વિચારોની વિરુદ્ધ છે, જે વિવિધતામાં એકતાની વિશેષતા ધરાવતો એક વિશેષ દેશ છે. 

સંસ્કૃતિ અને પરંપરા સાથે ચેડાં ન થવા જોઈએ 

સંગમાએ કહ્યું કે હું પાર્ટીના દૃષ્ટિકોણથી વાત કરી રહ્યો છું. NPP અનુસાર UCC ભારતની વાસ્તવિક ભાવના વિરુદ્ધ છે. વિવિધ સંસ્કૃતિઓ, પરંપરાઓ, જીવનશૈલી અને ધર્મ દેશની તાકાત છે. તેમણે આગળ કહ્યું કે મેઘાલય એક માતૃસત્તાત્મક સમાન છે અને આ જ અમારી તાકાત છે. જે સંસ્કૃતિ અને અન્ય પાસાઓનું અમે લાંબા સમયથી અનુસરણ કરતા આવ્યા છીએ તેને બદલી ન શકાય. એક રાજકીય પક્ષ તરીકે અમને અહેસાસ છે કે સમગ્ર પૂર્વોત્તર ક્ષેત્રને એક અનોખી સંસ્કૃતિ મળી છે. અમે નથી ઈચ્છતા કે અમારી પરંપરા અને સંસ્કૃતિ સાથે ચેડાં થાય. 

NDAનો ભાગીદાર છે NPP

NPP ભાજપના નેતૃત્વ હેઠળના NDA અને નોર્થ ઈસ્ટ ડેમોક્રેટિક એલાયન્સ (NEDA)નો સહયોગી પક્ષ છે. તે સત્તારુઢ મેઘાલય ડેમોક્રેટિક એલાયન્સ (MDA)નું નેતૃત્વ કરે છે. બે ધારાસભ્યો સાથે ભાજપ MDA સરકારમાં ભાગીદાર છે. NPPનું મેઘાલય ઉપરાંત મણિપુર, નાગાલેન્ડ, અરુણાચલ પ્રદેશમાં મજબૂત રાજકીય આધાર છે.