×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

India vs Ireland : એશિયા કપ પહેલા ભારતીય ટીમ આર્યલેન્ડ સામે રમશે 3 T20 મેચ, તારીખોની જાહેરાત

નવી દિલ્હી, તા.28 જૂન-2023, બુધવાર

વર્લ્ડ કપ 2023નું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. ટુર્નામેન્ટના શિડ્યુલની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. હવે માત્ર એક્શન શરૂ થવાની રાહ જોવાઈ રહી છે. જોકે વર્લ્ડ કપ-2023 શરૂ થવામાં સમય બાકી છે, ત્યાં સુધી તમામ ટીમો અલગ-અલગ શ્રેણી અને ટૂર્નામેન્ટમાં વ્યસ્ત રહેશે અને પોતાની તૈયારીઓને ઝડપી બનાવશે. ટીમ ઈન્ડિયાના કાર્યક્રમો પણ સતત વ્યસ્ત રહેશે. આ દરમિયાન ભારતીય ટીમ એશિયા કપ રમશે, પરંતુ આ મોટી ટૂર્નામેન્ટ પહેલા ભારતીય ખેલાડીઓ આયર્લેન્ડ જશે અને અહીં ત્રણ મેચની સિરીઝ રમાશે.

ટીમ ઈન્ડિાય આયર્લેન્ડ પહેલા વેસ્ટ ઈન્ડિઝનો કરશે પ્રવાસ

જોકે ભારતીય ટીમ હાલ આરામમાં છે અને થોડા દિવસો બાદ વેસ્ટ ઈન્ડિઝનો પ્રવાસ કરશે. અહીં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે 2 ટેસ્ટ, 3 વન-ડે અને 5 ટી20 મેચ રમાશે. આ પ્રવાસ 12 જુલાઈથી શરૂ થશે અને 13 ઓગસ્ટે સમાપ્ત થશે. ત્યારબાદ ટીમ ઈન્ડિયા આયર્લેન્ડનો પ્રવાસ પણ કરશે અને અહીં ત્રણ મેચની સિરીઝ રમશે.

આયર્લેન્ડ સામે 3 મેચની શ્રેણી

ક્રિકેટ આયર્લેન્ડે ભારતીય ટીમના પ્રવાસની તારીખોની સત્તાવાર જાહેરાત કરી છે. ગયા વર્ષની જેમ ફરી એકવાર બંને ટીમો વચ્ચે T20 સિરીઝ રમાશે. ગત વખતે બે T20 મેચ રમાઈ હતી, આ વખતે શ્રેણીમાં 3 મેચ રમાશે. આ પ્રવાસની જાહેરાત થોડા સમય પહેલા કરાઈ હતી જોકે હવે તારીખોની પણ જાહેરાત કરી દેવામાં આવી છે. આ 3 મેચની T20 શ્રેણી આયર્લેન્ડની રાજધાની ડબલિન નજીકના માલાહાઈડ શહેરમાં રમાશે. આ મેચોની શરૂઆત 18 ઓગસ્ટથી થશે અને છેલ્લી મેચ 23 ઓગસ્ટે રમાશે. શ્રેણીની બીજી મેચ 20 ઓગસ્ટે રમાશે.

આયર્લેન્ડની મેચોમાં હાર્દિક પંડ્યા કેપ્ટન

આયર્લેન્ડ સામેની સિરીઝ માટે હાર્દિક પંડ્યાની કપ્તાનીમાં ભારતીય ટીમ મેચોની શરૂઆત કરશે. ગત વર્ષે પણ હાર્દિક પંડ્યાને આયર્લેન્ડમાં ભારતીય ટીમનો સુકાની બનાવાયો હતો. આ દરમિયાન તેણે પ્રથમવાર ટીમ ઈન્ડિયાની કેમ્પનશીપ સંભાળી હતી અને ભારતે 2-0થી શ્રેણી જીતી હતી. 

ભારત vs આયર્લેન્ડ T20 શ્રેણી

  • 18 ઓગસ્ટ - પ્રથમ T20
  • 20 ઓગસ્ટ - બીજી T20
  • 23 ઓગસ્ટ - ત્રીજી T20