×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

1 લાખથી વધુ કર્મચારી ધરાવતી આ બેન્ક 35000ની છટણી કરશે, સરકારની મદદ પણ કામ ન આવી?

image : Twitter


એક અહેવાલ અનુસાર સ્વિસ બેન્કિંગ ગ્રુપ UBS એ ક્રેડિટ સુઈસના 35,000 કર્મચારીઓની છટણી કરવાનો નિર્ણય લીધો છે. તેનાથી કર્મચારીઓની સંખ્યા અડધાથી પણ ઓછી થઈ જશે. અગાઉ સ્વિત્ઝર્લેન્ડની સરકારે બેલઆઉટ પેકેજ આપીને મુશ્કેલીમાં મુકાયેલી ક્રેડિટ સુઈસને બચાવી હતી. ક્રેડિટ સુઈસમાં અંદાજે 45,000 કર્મચારીઓ છે. ક્રેડિટ સુઈસની સોલ્વન્સી પર રોકાણકારોના ડરને કારણે તે પતનની નજીક આવી ગઈ હતી. આવું ન થાય તે માટે, સ્વિસ સરકારે મોટા પાયે બેલઆઉટની વ્યવસ્થા કરી હતી.

UBS અને ક્રેડિટ સુઈસમાં 1.20 લાખ કર્મચારીઓ છે

વિશ્લેષકોએ ચેતવણી આપી હતી કે વિશ્વની બે સૌથી મહત્વપૂર્ણ બેંકોમાં ઓવરલેપ થવાથી મોટાપાયે નોકરીઓમાં કાપ આવી શકે છે. UBS અને ક્રેડિટ સુઈસ પાસે લગભગ 1.2 લાખ કર્મચારીઓ છે. તેમાંથી 37 હજાર સ્વિત્ઝર્લેન્ડમાં કામ કરે છે. કંપનીઓના નજીકના સૂત્રોને ટાંકીને એક અહેવાલમાં જણાવાયું કે કર્મચારીઓની છટણી કરવામાં આવી રહી છે. આ છટણી ત્રણ રાઉન્ડમાં થશે. પહેલો તબક્કો જુલાઈના અંતે, બીજો સપ્ટેમ્બરમાં અને ત્રીજો ઓક્ટોબરમાં પૂરો થશે.