×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

IIT બોમ્બે વિશ્વની શ્રેષ્ઠ 150 યુનિવર્સિટીઓમાં સામેલ, જાણો અન્ય ભારતીય સંસ્થાઓનું વૈશ્વિક સ્થાન


IIT બોમ્બે વિશ્વની શ્રેષ્ઠ 150 યુનિવર્સિટીઓમાં સામેલ થઈ ગઈ છે. વેશ્વિક સ્તરે યુનિવર્સિટીઓની વાર્ષિક રેન્કિંગ જાહેર કરનારી Quacquarelli Symonds દ્વારા આજે 20મી આવૃતિમાં જાહેર કરાયેલા QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ 2024માં IIT બોમ્બેએ વિશ્વની શ્રેષ્ઠ યુનિવર્સિટીઓની યાદીમાં 149મું સ્થાન મેળવ્યું છે.

IIT બોમ્બે 23 સ્થાન આગળ વધી

આ પ્રથમ વખત છે જ્યારે IIT બોમ્બેને આ રેન્કિંગમાં ટોચની 150 સંસ્થાઓની યાદીમાં સ્થાન મળ્યું છે અને તે આ વર્ષે શ્રેષ્ઠ ક્રમાંકિત ભારતીય સંસ્થા છે. ગયા વર્ષે જાહેર કરાયેલ વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગમાં IIT બોમ્બે 172મા સ્થાને રહી હતી. બીજી તરફ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ બેંગ્લોરનો 2016માં 147મું સ્થાન મળ્યુ હતું. Quacquarelli Symonds દ્વારા બહાર પાડવામાં આવેલ સત્તાવાર આંકડા મુજબ IIT બોમ્બેનો વિવિધ પરિમાણોના આધારે 100 માંથી 51.7 માર્કસ મળ્યા છે. આ કારણે સંસ્થા ટોચની 150 સંસ્થાઓમાં સ્થાન પામી છે અને ગયા વર્ષની સરખામણીમાં 23 સ્થાન આગળ વધી છે.

45 ભારતીય સંસ્થાઓએ ભાગ લીધો

આજે QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સ બહાર પાડતા તેના સ્થાપક અને CEO નુન્ઝીયો ક્વેક્વેરેલીએ IIT બોમ્બેને અત્યાર સુધીનો સર્વશ્રેષ્ઠ રેન્ક મેળવવા બદલ અભિનંદન આપતાં કહ્યું કે આ વર્ષે 2900 સંસ્થાઓનું રેન્કિંગ તૈયાર કરવામાં આવ્યું છે. આ રેન્કિંગમાં 45 ભારતીય સંસ્થાઓએ ભાગ લીધો હતો. IIT બોમ્બે સિવાય QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ્સમાં ભાગ લેતી ભારતીય સંસ્થાઓનું સ્થાન નીચે મુજબ છે.

અન્ય ભારતીય સંસ્થાઓનું સ્થાન

IIT બોમ્બે - 149મું સ્થાન 

IIT દિલ્હી - 197મું સ્થાન

IISc બેંગ્લોર - 225મું સ્થાન

IIT ખડગપુર - 271મું સ્થાન

IIT કાનપુર - 278મું સ્થાન

IIT મદ્રાસ - 285મું સ્થાન

IIT ગુવાહાટી - 364મું સ્થાન

IIT રૂરકી - 369મું સ્થાન

દિલ્હી યુનિવર્સિટી - 407મું સ્થાન

અન્ના યુનિવર્સિટી - 427મું સ્થાન

IIT મદ્રાસ - 285મું સ્થાન

ચંદીગઢ યુનિવર્સિટી (ખાનગી યુનિવર્સિટી) - 780મું સ્થાન