×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

VIDEO : ભારે વરસાદના પગલે રાજકોટ-અમદાવાદ હાઈવે પર લીંબડી પાસે ટ્રાફિકજામ, 25 કિમી સુધી ટ્રાફિક જામ

અમદાવાદ, તા.2 જૂન-2023, મંગળવાર

રાજ્યભરમાં ઘણા જિલ્લાઓ અને શહેરોમાં મેઘરાજાની ધમાકેદાર બેટીંગ જોવા મળી રહી છે. તો ભારે વરસાદના પગલે અમદાવાદ-રાજકોટ હાઈવે પરથી પસાર થતા વાહન ચાલકો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ભારે વરસાદના પગલે અમદાવાદ-રાજકોટ હાઈવે હાલ બંધ છે. લિંબડી પાસે પુલ ઉપર ખાડો પડતા હાલ 25 કિલોમીટર જેટલો ટ્રાફિક જામ સર્જાયો છે. 

રાહત કમિશનર આલોકકુમાર પાંડેના અધ્યક્ષસ્થાને આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે તમામ વિભાગોની તૈયારી અંગે સમીક્ષા કરી રાહત કમિશનર દ્વારા તમામ વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા. આ બેઠકમાં IMDના અધિકારી દ્વારા વરસાદની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું કે ચાલુ સપ્તાહ દરમ્યાન સમગ્ર ગુજરાતમાં હળવાથી મઘ્યમ વરસાદની સંભાવના છે. 28મીથી 30મી દરમિયાન દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જીલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ ૫ડવાની સંભાવના છે. સિંચાઇ વિભાગના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું કે રાજયમાં ૨૦૬ જળાશયો પૈકી ૦૬ જળાશય હાઈ એલર્ટ, ૦૩ એલર્ટ, ૦૧ વોર્નિંગ પર છે.

એન.ડી.આર.એફ તથા એસ.ડી.આર.એફ.ના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે કે ચોમાસામાં વરસાદની પરિસ્થિતિને પહોંચી વળવા ડીપ્લોયમેન્ટ પ્લાન તૈયાર કરી લેવામાં આવ્યો છે અને તમામ ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે. આ બેઠકમાં GSDMA, CWC, કૃષિ, આરોગ્ય, ફોરેસ્ટ, બાયસેગ, જી.એમ.બી.,પંચાયત, કોસ્ટ ગાર્ડ, ઈસરો, ઉર્જા, ફીશરીઝ, માર્ગ અને મકાન, GSRTC, એરફોર્સ, ફાયર, યુ.ડી.ડી., ICDS, પશુપાલન, BSF, અન્ન અને નાગરિક પુરવઠા અને માહિતી વિભાગના નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.