×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મણિપુરની સ્થિતિ પર સેનાનું ટ્વિટ, કહ્યું મહિલાઓ જાણી જોઈને રસ્તો રોકી રહી છે, શાંતિ રાખવા અપીલ

Image : Screen grab  Twitter

દેશના પૂર્વી ભાગ મણિપુરમાં મે મહિનાની શરૂઆતથી હિંસા ભડકી રહી છે. શાંતિ પુનઃસ્થાપિત કરવાના તમામ પ્રયાસોને ઉગ્રવાદીઓ દ્વારા સતત નિશાન બનાવવામાં આવી રહ્યા છે. હવે ભારતીય સેનાએ આ અંગે ટ્વીટ કરીને માહિતી આપી છે કે સ્થાનિક મહિલાઓ જ અવરોધ ઉભી કરી રહી છે

શાંતિ પુનઃસ્થાપિત કરવાના તમામ પ્રયાસો નિષ્ફળ

જાતિય હિંસાની આગમાં સળગી રહેલા મણિપુરમાં શાંતિ સ્થાપવાના પ્રયાસોમાં સ્થાનિક મહિલાઓ જ અવરોધ ઉભી કરી રહી છે. ભારતીય સેનાએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી. છેલ્લા બે મહીનાથી દેશના પુર્વી રાજ્ય મણિપુરમાં ફેલાયેલી હિંસાનો અંત લાવવા માટે સતત પ્રયાસો થઈ રહ્યા છે. જો કે અત્યાર સુધી શાંતિ પુનઃસ્થાપિત કરવાના તમામ પ્રયાસો નિષ્ફળ ગયા છે. 

ભારતીય સેનાએ સમર્થન આપવા અપીલ કરી

ભારતીય સેનાએ એક ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે મણિપુરમાં મહિલા કાર્યકર્તાઓ જાણીજોઈને રસ્તાઓ રોકી રહી છે અને સુરક્ષા દળોની કામગીરીમાં દખલ કરી રહી છે. ગંભીર પરિસ્થિતિઓમાં જીવન અને સંપત્તિ બચાવવા માટે સુરક્ષા દળોના સમયસર પ્રતિસાદ માટે આવી બિનજરૂરી હસ્તક્ષેપ હાનિકારક છે. ભારતીય સેના જનતાના તમામ વર્ગોને શાંતિ પુનઃસ્થાપિત કરવાના પ્રયાસને સમર્થન આપવા અપીલ કરી રહી છે.