×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં એન્કાઉન્ટર દરમિયાન એક આતંકી ઠાર, સર્ચ ઓપરેશન ચાલુ

Image : twitter

જમ્મુ-કાશ્મીરના કુલગામમાં એન્કાઉન્ટરમાં એક અલ બદરનો સ્થાનિક આતંકવાદીને ઠાર કરવામાં આવ્યો છે. એન્કાઉન્ટરને લઈને સમગ્ર વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે અને સર્ચ ઓપરેશન ચાલુ છે અને હથિયારો સહિત ઘણી વસ્તુઓ મળી આવી છે.

પોલીસનો એક જવાન ઘાયલ થયો

આજે  જમ્મુ-કાશ્મીરમાં ઓપરેશન દરમિયાન પોલીસનો એક જવાન ઘાયલ થયો હતો. તેને સારવાર માટે સ્થાનિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરી દીધો છે. એક અધિકારીએ જણાવ્યું કે હુવરા ગામમાં આતંકવાદીઓની હોવાની માહિતી મળી હતી ત્યારબાદ સંયુક્ત સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. સુરક્ષા દળો એક ઠેકાણે પહોંચ્યા તો તેમના પર ગોળીબાર શરૂ થયો હતો. જવાબી કાર્યવાહી કરતા સુરક્ષા દળોએ એક વિસ્તારને ઘરી લીધુ હતું. જો કે ગોળીબારમાં જમ્મુ-કાશ્મીર પોલીસનો એક કોન્સ્ટેબલ ઘાયલ થયો હતો.

અસરગ્રસ્ત વિસ્તારમાં જનજીવન પણ પ્રભાવિત

આ અથડામણના કારણે વિસ્તારમાં ભયનો માહોલ છે. હાલમાં અસરગ્રસ્ત વિસ્તારમાં સામાન્ય જનજીવન પણ પ્રભાવિત થયું છે. ગત દિવસે 26 જૂને કેન્દ્રીય તપાસ એજન્સી NIAએ આતંકવાદ સાથે જોડાયેલા એક કેસની તપાસ હેઠળ જમ્મુ-કાશ્મીરના ચાર જિલ્લામાં અડધો ડઝનથી વધુ સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન NIAના અધિકારીઓએ મહત્વપૂર્ણ દસ્તાવેજોની તપાસ કરી હતી. અધિકારીઓએ જણાવ્યું કે NIAએ ઘાટીના બાંદીપોરા, કુલગામ, પુલવામા અને શોપિયાં જિલ્લામાં દરોડા પાડ્યા હતા.