×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

મોનસૂન સાથે આફ્ત! દિલ્હીમાં રેલ્વે સ્ટેશને વીજળીનો તાર પડતા મહિલાનું મોત, હરિયાણાના પંચકુલામાં તણાઈ કાર


ચોમાસાની શરૂઆત સાથે જ દેશના અનેક રાજ્યોમાં મુશળધાર વરસાદ શરૂઆત થઈ ચૂકી છે. દિલ્હી-મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે દુર્ઘટનાની કેટલીક તસવીરો પણ સામે આવી છે. મુંબઈમાં વરસાદના કારણે એક ઈમારત ધરાશાયી થઈ છે, જેમાં બે લોકો ફસાયા હોવાના અહેવાલ છે. આ સાથે હરિયાણાના પંચકુલામાં વરસાદને કારણે એક કાર નદીમાં તણાઈ ગઈ છે. તે જ સમયે, નવી દિલ્હી રેલ્વે સ્ટેશન પર પાણીમાં ડૂબેલા ઇલેક્ટ્રિક વાયરના સંપર્કમાં આવતા એક મહિલાનું મૃત્યુ થયું છે.

હરિયાણાના પંચકુલામાં કાર નદીમાં તણાઈ 

હરિયાણાના પંચકુલામાં ખડક મંગોલી પાસે દર્શન કરવા આવેલી એક મહિલાની કાર નદીમાં તણાઈ ગઈ હતી. મળતી માહિતી મુજબ, મહિલા તેની માતા સાથે દર્શન કરવા આવી હતી. જ્યારે કાર નદી કિનારે પાર્ક કરવામાં આવી હતી, તે દરમિયાન પાણીનો પ્રવાહ વધી ગયો હતો, જેના કારણે કાર નદીમાં વહી ગઈ હતી.

મુંબઈમાં વરસાદને કારણે ઘર ધરાશાયી

દિલ્હી-NCR સિવાય મુંબઈમાં છેલ્લા 24 કલાકથી સતત વરસાદ પડી રહ્યો છે. હવે સતત વરસાદની ખરાબ અસર પણ જોવા મળી રહી છે. જેના કારણે ઘાટકોપર ખાતે ત્રિમૂર્તિ બંગલાનો કેટલોક ભાગ ધરાશાયી થયો હતો. 2 લોકો અંદર ફસાયા હતા, ફાયર બ્રિગેડ અને NDRFની ટીમ બંને ફસાયેલા લોકોને બહાર કાઢવા ઘટના સ્થળે તરત પહોંચી કાર્યવાહી હાથધરી હતી.