×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

PM મોદી વિદેશોમાં પ્રેસ કોન્ફરન્સ કરે છે પણ ભારતમાં કેમ નથી કરતાં? ઓવૈસીએ ઊઠાવ્યાં સવાલો

image : Twitter


વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે (22 જૂન) અમેરિકાની મુલાકાત પર રાષ્ટ્રપતિ જો બાયડેન સાથે દ્વિપક્ષીય બેઠક પછી સંયુક્ત પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી. AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ હવે તેમની પ્રેસ કોન્ફરન્સને લઈને તેમની સામે તીખા પ્રહાર કર્યા હતા. 

ઓવૈસીએ કર્યા સવાલો 

અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું, "ભારતના વડાપ્રધાને 9 વર્ષમાં પહેલીવાર પ્રશ્નો સાંભળ્યા અને આ સવાલ-જવાબો દરમિયાન તેમણે કહ્યું કે ભારતમાં કોઈ ભેદભાવ થતો નથી. આ દરમિયાન ઓવૈસીએ તેમને સવાલ કર્યો કે શું મણિપુરમાં 300 ચર્ચ સળગાવવામાં આવ્યા, તે ભેદભાવ નથી?  સીએએ (CAA) કાયદો ભેદભાવના આધારે બનાવવામાં આવ્યો હતો. ભાજપના 300 મંત્રીઓ છે જેમાં એક પણ મુસ્લિમ કેમ નથી? આ ભેદભાવના ઉદાહરણો છે. PM વિદેશમાં પ્રેસ કોન્ફરન્સ કરે છે, તેઓ ભારતમાં કેમ પીછેહઠ કરી જાય છે?" અહીં કેમ કોઈ પ્રેસ કોન્ફરન્સ કરીને જવાબો આપતા નથી.