×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

દિવસે સસ્તી રાત્રે મોંઘી થશે વીજળી, સરકાર નવો નિર્ણય લેવાની તૈયારીમાં

Image Envato

નવી દિલ્હી, તા. 23 જૂન 2023, શુક્રવાર

કેન્દ્ર સરકાર વીજળીના ભાવમાં ફેરફાર કરવા માટે નવો નિયમ બનાવવા જઈ રહી છે. વીજળી મંત્રાલયે ગત શુક્રવારના રોજ કહ્યું હતું કે આવનારા સમયમાં ભારતમાં નવા નિયમો પ્રમાણે દિવસ દરમ્યાન વીજળીના દરમાં 20 ટકા સુધીનો ઘટાડો કરવામાં આવશે, જ્યારે રાત્રીના પીક અવર્સ દરમિયાન દરમ્યાન 20 ટકા સુધીનો દર વધારવાની અનુમતિ મળશે. મંત્રાલયે કહ્યું કે આ નિર્ણયનો મુખ્ય હેતુ રિન્યુએબલ ઉર્જાનો ઉપયોગને પ્રોત્સાહન આપવા માટેનો છે. 

એપ્રિલ 2024થી વાણિજ્ય અને ઔધોગિક ગ્રાહકો માટે લાગુ કરી દેવામાં આવશે

આ નવો નિયમ એપ્રિલ 2024થી વાણિજ્ય અને ઔધોગિક ગ્રાહકો માટે અને 1 વર્ષ પછી કૃષિ ક્ષેત્ર સિવાય મોટાભાગના અન્ય વપરાશકારો માટે લાગુ કરી દેવામાં આવશે. કેન્દ્રીય ઉર્જા મંત્રી આર કે સિંહે એક નિવેદન આપતા કહ્યું હતું કે, "સૌર ઉર્જા સસ્તી છે, એટલે એક દિવસ માટે વીજળીનો ઉપયોગ દરમિયાન ટેરિફ ઓછી થશે. તેથી ગ્રાહકોને તેનાથી લાભ મળશે."

સાંજે અથવા રાત્રી દરમ્યાન થર્મલ અને હાઈડ્રો પાવર સાથે સાથે ગેસ આધારિત ક્ષમતાનો ઉપયોગ કરાશે

તેમણે વધુમાં કહ્યુ હતુ કે, સાંજે અથવા રાત્રી દરમ્યાન થર્મલ અને હાઈડ્રો પાવર સાથે સાથે ગેસ આધારિત ક્ષમતાનો ઉપયોગ કરવામાં આવે છે, અને તેનો ખર્ચ સૌરઉર્જાની તુલનામાં વધારે હોય છે. 

2070 સુધીમાં તે શુદ્ધ શુન્ય ઉત્સર્જન મેળવવાના હેતુની દિશામાં કામ કરવા મદદ મળે તેવી આશા છે

આ  નિર્ણયથી ભારતને 2030 સુધીમાં બિન-અશ્મિભૂત ઈંધણમાંથી તેની ઊર્જા ક્ષમતાના 65 ટકા અને વર્ષ 2070 સુધીમાં તે શુદ્ધ શુન્ય ઉત્સર્જન મેળવવાના હેતુની દિશામાં કામ કરવામાં મદદ મળશે તેવી આશા છે.