×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આદિપુરુષનો જલેગી તેરે બાપ કી… ડાયલોગ બદલાયો, નવા ડાયલોગમાં પણ થઈ મોટી ભૂલ?

નવી દિલ્હી, તા.21 જૂન-2023, બુધવાર

બકવાસ અને વિવાદાસ્પદ ડાયલોગના કારણે ફિલ્મ આદિપુરુષ દેશભરમાં વિરોધનો સામનો કરી રહ્યો છે. ફિલ્મમાં ‘કપડા તેરે બાપ કા, તેલ તેરે બાપ કા, આગ ભી તેરે બાપ કી, જલેગી ભી તેરે બાપ કી...’ના ડાયલોગ બાદ વિવાદનો વિસ્ફોટ થયો છે. તમામ લોકો ફિલ્મના રાઈટર મનોજ મુંતશિરની ટીકા કરી રહ્યા છે. આવી સ્થિતિમાં મેકર્સે વિવાદાસ્પદ તમામ ડાયલોગને બદલવાનો નિર્ણય કર્યો હતો અને તેનો અમલ પણ કરી દીધો છે. મેકર્સે વિવાદાસ્પદ 5 ડાયલોગ બદલી નાખ્યા છે અને તમામ સિનેમાઘરોમાં બદલાયેલા ડાયલોગ સાથે ફિલ્મ દેખાડવામાં આવી રહી છે. જોકે નવા ડાયલોગમાં પણ થઈ મોટી ભૂલ થઈ હોવાનું સામે આવ્યું છે. 

જાણો ફિલ્મે ફરી શું કર્યો વિવાદ ?

હનુમાનજીની પૂંછડીમાં આગ લાગેલી છે... આ દરમિયાન તેઓ મેઘનાદને કહે છે - ‘કપડા તેરી લંકા કા, તેલ તેરી લંકા કા, આગ ભી તેરી લંકા કી, જલેગી ભી તેરી લંકા હી...’ આ ડાયલોગમાં કેટલો દમ છે અને આ ડાયલોગ દર્શકો પર કેવો પ્રભાવ પાડશે... એ તો પ્રજા જ નક્કી કરશે.... પરંતુ 600 કરોડના બજેટની ફિલ્મ આદિપુરુષમાં હાઈટેકનોલોજી VFXનો ઉપયોગ કરાયો હોય... ફિલ્મમાંથી વિવાદાસ્પદ ડાયલોગ બદલાયા હોય... તેમ છતાં લિપ સિંકના કારણે તમામ ખેલ બગડ્યો હોય તેવું સામે આવ્યું છે... નવા ડબિંગમાં સાંભળવામાં ‘લંકા’ સંભળાય છે, પરંતુ હોઠ પર ‘બાપ’ જ જોવા મળી રહ્યું છે. આનાથી મોટી ભુલ શું હોઈ શકે.