×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

હવે વિદેશમાં પણ ઘરે બેઠાં સાંભળી શકાશે ‘ગુરબાની’ : ફ્રી-ટેલીકાસ્ટ બિલને પંજાબ વિધાનસભાની મંજૂરી

અમૃતસર, ચંડીગઢ, તા.20 જૂન-2023, મંગળવાર

‘ગુરબાની’ના ફ્રી-ટેલીકાસ્ટ રાઇટ્સના બિલને પંજાબ વિધાનસભાએ મંજૂરી આપી દીધી છે. ‘ગુરબાની’ના ફ્રી-ટેલીકાસ્ટ રાઇટ્સ આપવા માટે પંજાબની ભગવંત માન સરકાર ‘શિખ-ગુરુદ્વારા એક્ટ’માં સુધારો કરી ‘સુવર્ણ મંદિર’માં ગવાતી ગુરબાનીના ફ્રી- ટેલીકાસ્ટ રાઈટસ આપવાની જાહેરાત કરી હતી. આ બાબતે ગઈકાલે મળેલી પંજાબ સરકારની કેબિનેટ મીટીંગમાં આ નિર્ણય લેવાયો હતો, જેને હવે પંજાબ વિધાનસભાએ પણ મંજૂરી આપી દીધી છે.

કેબિનેટની બેઠકમાં મંજૂરી બાદ વિધાનસભાએ પણ આપી મંજૂરી

વાસ્તવમાં ‘શિખ-ગુરુદ્વારા એક્ટ' તો તે સમયની બ્રિટિશ સરકારના સમયમાં ઘડવામાં આવ્યો હતો. તેમાં પંજાબની વર્તમાન ભગવંત માન સરકાર સુધારા કરવા માગે છે. આ અંગે માને કહ્યું હતું કે, ‘આ પ્રસ્તાવનો એજન્ડા કેબીનેટ મિટીંગમાં પસાર કરાયા બાદ જૂનની ૨૦મીએ મળનારા વિધાનસભાના વિશેષ સત્રમાં તે રજૂ કરવામાં આવશે. આ અંગે પંજાબ સરકાર દ્વારા પ્રસિદ્ધ કરાયેલા નિવેદનમાં જણાવાયું હતું કે, ‘મુખ્ય મંત્રી ભગવંત માનનાં નેતૃત્વ હેઠળની પંજાબ સરકારે, અમૃતસર સ્થિત શ્રી હરમંદર સાહિબમાં ગવાતી પવિત્ર ‘ગુરબાની’નું ફ્રી-ટુ-એ૨- ટેલીકાસ્ટ કરવાનો ઐતિહાસિક નિર્ણય લીધો છે. 

વિશ્વભરમાં પ્રસરેલા શિખો ઘરે બેઠા ‘ગુરબાની’ સાંભળી શકશે

જયારે માને કહ્યું હતું કે, આ નિર્ણય વિશ્વભરમાં પ્રસરેલા શિખોની લાગણીઓને લક્ષ્યમાં લઈ એક સિંગલ- ચેનલ ઉપરથી ‘ગુરબાની' નિઃશુલ્ક ટેલીકાસ્ટ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.