×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

PM મોદી અમેરિકાના પ્રવાસ દરમિયાન ખાસ 24 લોકોને મળશે, દુનિયાની મોટી હસ્તીઓ સામેલ

Image : Twitter

વડાપ્રધાન નરેન્દ્ર મોદી યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાની તેમની પ્રથમ રાજકીય યાત્રા માટે દિલ્હીથી રવાના થયા છે. તેઓ 21થી 23 જૂન સુધી અમેરિકાના પ્રવાસે જશે જ્યા આવતીકાલે સવારે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં યોગ દિવસની ઉજવણી કરશે. આ દરમિયાન જાણવા મળ્યું છે કે પીએમ મોદી આ મુલાકાત દરમિયાન લગભગ 24 લોકોને મળશે. તેમાં નોબેલ વિજેતા, અર્થશાસ્ત્રીઓ, કલાકારો, વૈજ્ઞાનિકો, વિદ્વાનો, ઉદ્યોગસાહસિકો, શિક્ષણવિદો, આરોગ્ય નિષ્ણાતો વગેરેનો સમાવેશ થાય છે.

પીએમ મોદી આ લોકોને મળશે

ટેસ્લાના સહ સ્થાપક ઈલોન મસ્ક, એસ્ટ્રોફિઝિસ્ટ નીલ ડીગ્રાસ ટાયસન, ગ્રેમી એવોર્ડ વિજેતા ભારતીય-અમેરિકન ગાયિકા ફાલ્ગુની શાહ 24 અગ્રણી લોકોમાં સામેલ છે જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની યુએસ મુલાકાત દરમિયાન મળશે. આ સિવાય તે પોલ રોમર, નિકોલસ નસીમ તાલેબ, રે ડાલિયો, જેફ સ્મિથ, માઈકલ ફ્રોમન ડેનિયલ રસેલ, એલ્બ્રિજ કોલ્બી અને ડૉ. પીટર એગ્રે, ડૉ. સ્ટીફન ક્લાસ્કો અને ચંદ્રિકા ટંડનને પણ મળશે.

રાજકીની મુલાકાત પહેલા અમેરિકામાં ભારે ઉત્સાહ

પીએમ મોદીની યુએસ મુલાકાત પહેલા ભારતીય-અમેરિકનોના મોટા વર્ગમાં આનંદ અને ઉત્સાહનો માહોલ છે. સેંકડો ભારતીય દેશના અગ્રણી સ્થળોએ એકઠા થયા હતા અને મોદીના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. સેંકડો ભારતીય-અમેરિકનો નેશનલ મેમોરિયલ પાસે ભેગા થયા અને વોશિંગ્ટન ડીસી અને તેની આસપાસના વિસ્તારોમાં એકતાનો સંદેશ ફેલાવવા માટે સરઘસ કાઢ્યું હતું.

ઇજિપ્તનો પ્રવાસ: PM અલ-હકીમ મસ્જિદની મુલાકાત લેશે

પીએમ તેમના યુએસ પ્રવાસ બાદ 24-25 જૂને ઇજિપ્તની મુલાકાત લેશે. આ મુલાકાત ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ-સીસીના આમંત્રણ પર થઈ રહી છે. પીએમ મોદી 11મી સદીના વોહરા સમુદાયની અલ-હકીમ મસ્જિદની મુલાકાત લેશે. આ ઉપરાંત ભારતીય સૈનિકોને પણ શ્રદ્ધાંજલિ આપશે જેમણે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ઇજિપ્ત માટે લડતી વખતે સર્વોચ્ચ બલિદાન આપ્યું હતું. આ સાથે ઘણા કરારો પર પણ હસ્તાક્ષર કરવામાં આવશે.