×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

રથયાત્રાને લઈને મોસાળમાં ભારે ઉત્સાહ, મામેરામાં આભૂષણ, વસ્ત્ર સહિત અનેક વસ્તુઓ અર્પણ કરાશે

Image : twitter

દેશની બીજા નંબરની સૌથી મોટી ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા અમદાવાદના જમાલપુર ખાતેથી નીકળી છે. દર વર્ષે હર્ષોઉલ્લાસથી આ યાત્રા નીકળે છે જેમા હજારે શ્રદ્ધાળુઓ દર્શન કરવા પહોંચે છે. ત્યારે રથયાત્રાને લઈને મોસાળ પક્ષમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ભગવાન જગન્નાથ, બળબદ્રજી અને સુભદ્રજીને માટે મામેરામાંવસ્ત્ર સહિત અનેક વસ્તુઓ અર્પણ કરવામાં આવશે. ભગવાનના મોસાળમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.

મામેરામાં કલાત્મક વાઘા આર્કષણનું કેન્દ્ર

આજે શહેરમાં રથયાત્રા 21 કિલોમીટર લાંબા રુટની રથયાત્રા પોલીસના ચુસ્ત બદોબસ્ત વચ્ચે નીકળશે. આ રથયાત્રાને લઈને મોસાળ પક્ષમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સરસરપુરમાં મોસાળે મામેરાની તૈયારી પૂર્ણ કરી દેવામાં આવી છે અને મામેરામાં કલાત્મક વાઘા આકર્ષણનું કેન્દ્ર બનશે તેમજ સુભદ્રાજીને સોનાની ચૂની, વીંટી, ચાંદીની નથણી ચઢાવાશે. આ ઉપરાંત સુભદ્રાજીને પાર્વતીનો શણગાર ચઢાવવામાં આવશે. ભગવાન જગન્નાથ બલભદ્રજી અને સુભદ્રાજીને કાનના કુંડળ ચઢાવાશે. મામેરામાં ત્રણેય ભગવાનને ચાંદીના હાર ચડાવાશે. ભગવાન જગન્નાથજી અને બલભદ્રજીને વાઘા, ઝભ્ભા અને ધોતી પણ અપર્ણ કરાશે.  

આજે 146મી રથયાત્રાની ખાસ વાતો 

આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળી છે ત્યારે  72 વર્ષ બાદ ભગવાન જગન્નાથ નવા રથ પર બિરાજમાન થયા હતા તેમજ હાઈટેક ટેકનોલોજી અને નવા રથ સાથે રથયાત્રા નીકળી છે. આ રથયાત્રામાં ભક્તો માટે 5 હજાર કિલો ખીચડીનો પ્રસાદ તૈયાર કરાયો અને રથયાત્રા દરમિયાન 30 હજાર કિલો મગ, 500 કિલો જાંબુ, 500 કિલો કેરી, 400 કિલો કાકડી અને દાડમનો પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો હતો. આજે કડક સુરક્ષા વચ્ચે રથયાત્રા નીકળી છે જેમા વિવિધ રેન્કના 25 હજારથી વધુ સુરક્ષા જવાનો જોડાયા છે. આ ઉપરાંત 11 આઇજી કક્ષાના, 50 એસપી, 100 ડીવાયએસપી, 300થી વધુ પીઆઇ, 800 પીએસઆઇ, 35 કંપની એસઆરપી/સીઆરપીએફ, 6 હજાર હોમગાર્ડ ખડેપગે છે. ત્રણેય રથ ખેંચવા માટે 1000થી 1200 જેટલા ખલાસીઓ જોડાયા છે.