×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ઉ. પ્રદેશમાં હીટવેવથી વધુ 53નાં મોત, હોસ્પિટલોમાં બેડની અછત


- સ્મશાનઘાટ પર કોરોનાકાળ જેવા દ્રશ્યો, અંતિમસંસ્કાર માટે લાઇનો લાગી

- હોસ્પિટલોમાં વીજળી ન જાય તેની તકેદારી રાખવા યોગીનો આદેશ, દેવરિયામાં દસ દિવસથી તાપમાન 42 થી 43 ડિગ્રી

- દિલ્હીમાં સામાન્ય જ્યારે ચેન્નાઇમાં ભારે વરસાદ, ઝારખંડમાં ચોમાસાનું આગમન થતા ગરમીથી રાહત 

બલિયા : ઉત્તર પ્રદેશ અને બિહાર સહિતના ઉત્તર ભારતના રાજ્યોમાં ગરમીએ હાહાકાર મચાવ્યો છે. હીટ વેવ અને ઉંચુ તાપમાન જીવલેણ સાબિત થઇ રહ્યું છે. ઉત્તર પ્રદેશના બલિયામાં જિલ્લા હોસ્પિટલમાં દર કલાકે એક વ્યક્તિનું મોત થઇ રહ્યું છે. છેલ્લા ચાર દિવસમાં ભાજપના એક નેતાના એક માત્ર પુત્ર સહિત ૬૮ લોકોના મોત નિપજ્યા છે. જ્યારે વધુ ૫૩ લોકોએ પણ હીટવેવને કારણે જીવ ગુમાવ્યો હોવાથી પ્રભાવીત વિસ્તારોના સ્મશાનઘાટ પર અંતિમસંસ્કાર માટે લાંબી લાઇનો જોવા મળી રહી છે. ગરમીને કારણે હીટ સ્ટ્રોકના દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે.  

ઉત્તર પ્રદેશમાં બલિયા અને વધુ તાપમાનવાળા વિસ્તારોમાં બપોરના સમયે ઘરની બહાર ન નીકળવાની સરકારે લોકોને સલાહ આપી છે. અહીંના દેવરિયા જિલ્લામાં હીટ સ્ટ્રોકના દર્દીઓ માટે એક અલગથી વોર્ડ તૈયાર કરવો પડયો છે. છેલ્લા ૧૦ દિવસથી તાપમાન ૪૨થી ૪૩ ડિગ્રી સુધી રહે છે. જેને કારણે હાલ લોકો દરરોજ ભિષણ ગરમીનો સામનો કરવા મજબૂર છે. બલિયા ઉપરાંત દેવરિયામાં પણ ગરમીને કારણે ૫૩ લોકોના મોત નિપજ્યા છે. અહીંની મેડિકલ કોલેજના ઇમર્જન્સીમાં શનિવાર અને રવિવારે સાંજ સુધીમાં ૩૫ લોકો મૃતઅવસ્થામાં લાવવામાં આવ્યા હતા. જ્યારે ૧૮ દર્દીઓના સારવાર દરમિયાન જ મોત નિપજ્યા હતા. વધુ પ્રમાણમાં દર્દીઓ આવવા લાગ્યા હોવાથી ઇમર્જન્સીમાં બેડની અછત પણ ઉભી થવા લાગી છે. 

ઉત્તર પ્રદેશના સરકારી હોસ્પિટલોમાં ઇમર્જન્સીમાં અફડા તફડીનો માહોલ છે, કેટલાક દર્દીઓને સ્ટ્રેચર પર તો કેટલાકને જમીન પર સુવાડીને સારવાર આપવામાં આવી રહી છે. ગોરખપુરમાં પણ હીટવેવ અને ગરમીને કારણે નવ લોકોના મોત નિપજ્યા છે અને ૧૫૦ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. કુશીનગરમાં પણ ત્રણ લોકો માર્યા ગયા છે. બસ્તી જિલ્લામાં સરકારી હોસ્પિટલમાં દરરોજ ૨૦૦ લોકોને દાખલ કરવામાં આવી રહ્યા છે.  હાલમાં મોટા ભાગના હોસ્પિટલમાં ાૃલોકોની સારવાર ચાલી રહી છે તેથી વીજળી ન જાય તેની તકેદારી રાખવાના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રશાસનને આદેશ આપ્યા છે.  બીજી તરફ દિલ્હીમાં સોમવારે બપોર પછી સામાન્ય વરસાદ પડયો હતો. છેલ્લા ઘણા દિવસોથી ગરમીનો સામનો કરી રહેલા લોકો માટે આ વરસાદ રાહત લઇને આવ્યો હતો. જ્યારે ચેન્નાઇમાં પણ રવિવારે આખી રાત વરસાદ પડયો હતો. જેને પગલે શહેરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઝારખંડમાં ચોમાસાનું આગમન થઇ ગયું છે, અને ચાર જિલ્લામાં વરસાદ પણ પડયો હતો.