×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમદાવાદમાં કાલે ભગવાન જગન્નાથની રથયાત્રા, PM મોદીએ મોકલ્યો આ પ્રસાદ, અમિત શાહ કરશે મંગળા આરતી

અમદાવાદ, તા.19 જૂન-2023, સોમવાર

અમદાવાદમાં આવતીકાલે હર્ષોલ્લાસ સાથે ભગવાન જગન્નાથની 146મી રથયાત્રા નીકળશે. રથયાત્રાને ધ્યાને રાખી શહેરભરમાં ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સવારે ભગવાન જગન્નાથની મંગળા આરતી કરશે. સવારે 7 વાગ્યે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પહિંદ વિધિ કરશે, જેમાં ભગવાન જગન્નાથના માર્ગને સોનાની સાવરણીથી સાફ કરવામાં આવશે અને ત્યારબાદ મુખ્યમંત્રી ભગવાન જગન્નાથજીનો રથ ખેંચશે. દરમિયાન શહેરમાં યોજાનારી રથયાત્રાને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રસાદ મોકલ્યો છે.

ભગવાન જગન્નાથના દર્શન કરવા શહેરભરમાંથી લોકો ઉમટશે

રથયાત્રા દરમિયાન રથમાં ભગવાન જગન્નાથની સાથે બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રના પણ દર્શન કરવાનો અનેરો લહાવો મળશે. ભગવાન જગન્નાથના દર્શન કરવા શહેરભરમાંથી લોકો ઉમટી પડશે. શહેરના અનેક સંવેદનશીલ વિસ્તારોમાંથી રથ પસાર થશે, જેના કારણે 26 હજારથી વધુ પોલીસ જવાનો સુરક્ષા વ્યવસ્થામાં જોડાયા છે. ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, આ વર્ષે પ્રથમ વખત 3D મેપિંગનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, જેનું ઓનલાઈન ટ્રેક કરાશે. લાઈવ ફીડ મેળવ્યા બાદ જાણી શકાશે કે, રથ ક્યાં છે, સ્થળ પર શું સ્થિતિ છે... આ તમામ બાબતોની પડે પળની નજર કમાન્ડ કંટ્રોલ રૂમમાંથી રાખવામાં આવશે.

PM મોદીએ પ્રસાદ મોકલ્યો

PM મોદી ભલે રથયાત્રા દરમિયાન અમદાવાદમાં હાજર ન હોય પરંતુ તેમ છતાં તેઓ કોઈને કોઈરીતે પોતાની હાજરી અવશ્ય નોંધાવતા હોય છે. ભગવાન જગન્નાથના ભોગ માટે જે પ્રસાર આવી રહ્યો છે તે PM મોદી જ મોકલાવતા રહ્યા છે. વડાપ્રધાન દર વર્ષે જગન્નાથ યાત્રા દરમિયાન પ્રસાદ મોકલે છે. ડ્રાયફ્રુટ્સ, કેરી, જાંબુ, મગ, કાકડી વગેરે પ્રસાદ તરીકે મોકલ્યા છે.