×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ટ્રેન દુર્ઘટના પીડિતોના વળતરની લાલચે પહોંચી રહ્યા છે નકલી પરિજનો! રેલવે મુંઝવાતા DNA ટેસ્ટના સહારે

image: Twitter


ઓડિશાના બાલાસોર ટ્રેન દુર્ઘટનામાં માર્યા ગયેલા લોકોના મૃતદેહોને લઈને મૂંઝવણ વધતી જઈ રહી છે. BMC કમિશનર વિજય અમૃતા કુલાંગેએ જણાવ્યું હતું કે પરિવારના વાસ્તવિક સભ્યોની ઓળખ કરવા માટે લોહીના 33  નમૂના DNA ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે. ઓડિશામાં DNA ટેસ્ટિંગ સિસ્ટમ ન હોવાથી, તેને AIIMS ભુવનેશ્વરની દેખરેખ હેઠળ  દિલ્હી AIIMS મોકલવામાં આવ્યા છે. AIIMS ભુવનેશ્વરના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર પ્રોફેસર આશુતોષ બિસ્વાસે કહ્યું કે અમે એક દિવસની અંદર રિપોર્ટ મોકલવાની અપીલ  કરી છે.

મૃત પિતાની શોધમાં પહોંચેલો પુત્ર મુશ્કેલીમાં મૂકાયો 

AIIMS ભુવનેશ્વર ખાતે પશ્ચિમ બંગાળના જયનગરના પરવેઝ સહરદ લાસ્કાએ તેની ઓળખ અબુબોકા લસ્કાના પુત્ર તરીકે જણાવી હતી. તેના જણાવ્યા અનુસાર ટ્રેન અકસ્માતમાં તેના પિતાના મૃત્યુની માહિતી મળ્યા પછી તે મૃતદેહ લેવા માટે બહાનગા આવ્યો હતો. તેણે આરોપ મૂક્યો કે મારી પાસે મારા પિતાના મૃત્યુની તસવીરો છે પણ શબ તો બીજો કોઈ લઈ ગયો.  હવે AIIMS એ ડીએનએ ટેસ્ટ માટે તેમના લોહીના નમૂના લીધા છે. એવી માહિતી છે કે રિપોર્ટ આવ્યા બાદ તેના પિતાની ઓળખ કરવામાં આવશે.

પરિજનોએ કહ્યું - અમને વળતરની જરૂર નથી, ફક્ત અમારા પ્રિયજનોની ભાળ મળી જાય તોય સારું 

એ જ રીતે માલદાના નિતમ રાય અને ચંદન રાયની શોધમાં તેમના પરિજનો ફોની મંડળ પહોંચ્યા હતા. અકસ્માતના સમાચાર મળ્યા બાદ તેમણે બાલાસોર, સોરો સહિત અનેક વિસ્તારોની મુલાકાત લીધી હતી. ત્યાંથી ખબર પડી કે નીતમ અને ચંદનનું મૃત્યુ થઈ ચૂક્યું છે. નિતમના મૃતદેહનો ફોટો બાલાસોર વહીવટીતંત્ર દ્વારા ફોનીને આપવામાં આવ્યો હતો પરંતુ તેના પર કોઈ નંબર ન હતો તેથી ન તો ઓડિશા કે ન તો પશ્ચિમ બંગાળ સરકારનું હેલ્પડેસ્ક તેમને સહકાર આપી રહ્યું છે. તે કિમ, સમ હોસ્પિટલના ચક્કર લગાવી રહ્યા છે, પરંતુ કોઈ ફાયદો થઈ રહ્યો નથી. તેમને વળતરના પૈસાની જરૂર નથી, માત્ર મૃતદેહ વિશેની માહિતી માગી રહ્યા છે.

વળતરના લોભમાં નકલી સંબંધીઓ પહોંચી રહ્યા છે

પશ્ચિમ બંગાળના 24 પરગણાના અબ્દુલ વહાબ શેખ પણ તેમના ભાઈ જિયાઉદ્દીન શેખને પાંચ દિવસથી શોધી રહ્યા છે. તેમને પણ નિરાશા જ હાથ લાગી. તેથી પશ્ચિમ બંગાળના હેલ્પડેસ્કની સલાહ પર અબ્દુલે કહ્યું કે તેમણે ડીએનએ ટેસ્ટ માટે તેના લોહીના નમૂના આપ્યા છે. તેની સાથે, AIIMS કેમ્પસમાં એવા ઘણા લોકો છે, જેમને તેમના પરિજનોની કોઈ ભાળ મળી રહી નથી. તેમનું કહેવું છે કે અમારા પરિજનોને કોઈ બીજા લઈ ગયા છે. અનેક લોકો બાલાસોરથી તેમના પ્રિયજનોના શબની તસવીરો લઈને આવ્યા છે. ફોટાના ટેગ નંબરને પણ એઈમ્સ હેલ્પ ડેસ્ક તરફથી જોવામાં આવી રહ્યા છે. તેમ છતાં યાદીમાં તેનો કોઈ ઉલ્લેખ નથી. અનેક તસવીરોમાં ટેગ નંબર પણ નથી. અનેક ફેક સંબંધીઓ પણ આવી રહ્યા છે કેમ કે રેલવે મૃતકોને વળતરની રકમ ચૂકવી રહ્યું છે. એટલા માટે પરિવારના શબને યોગ્ય વ્યક્તિને સોંપવાની સાથે સાથે વળતરની રકમ ચૂકવવા માટે ડીએનએ ટેસ્ટની વ્યવસ્થા કરાઈ છે.