×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ટિફિન પે ચર્ચા… ભાજપે 2024 પહેલા કરી મોટી તૈયારી, ઘણા રાજ્યોના પ્રભારી અને અધ્યક્ષ બદલવા વિચારણા

નવી દિલ્હી, તા.06 મે-2023, મંગળવાર

દેશમાં યોજાનારી આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ હેડક્વાર્ટરમાં મંથન ચાલી રહ્યું છે. બેઠકમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ, રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા સહિત અનેક લોકો ઉપસ્થિત હતા. આ અંગે છેલ્લા 2 દિવસમાં લગભગ 10 કલાક સુધી બેઠક યોજાઈ હતી. બેઠકમાં આગામી વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ અને સંગઠનાત્મક મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી.

બેઠકમાં આ મુદ્દાઓ પર થઈ ચર્ચા

બેઠકમાં સંગઠનમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા, સરકારના 9 વર્ષથી ચાલી રહેલા કાર્યક્રમોની સમીક્ષા અને 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણીની તૈયારીઓ અંગે ચર્ચા કરાઈ હતી. ઉપરાંત પ્રદેશ પ્રમુખોના ફેરફાર અંગે પણ ચર્ચા થઈ હતી. આગામી દિવસોમાં હજુ મોટી બેઠકો યોજાશે, જેમાં કેટલાક મહત્વના રાજ્યોના પ્રદેશ પ્રભારી અને પ્રદેશ અધ્યક્ષ પણ બદલવાની સંભાવના છે.

10 કલાક સુધી યોજાઈ બેઠક

બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, ભાજપ અધ્યક્ષ જે.પી.નડ્ડા, સંગઠન મહાસચિવ બી.એલ.સંતોષ, મહાસચિવ સુનીલ બંસલ અને ઉપાધ્યક્ષ સૌદાન સિંહ ઉપસ્થિત રહ્યા હતા. સોમવારે મોડી રાત્રે લગભગ 4 કલાક અને મંગળવારે સવારે 5 કલાકથી વધુ સમય સુધી બેઠક ચાલી હતી.

2024ની તૈયારીમાં ભાજપ

2014માં ‘ચાય પે ચર્ચા’ને સફળતા મળ્યા બાદ હવે ભાજપ ‘ટિફિન પે ચર્ચા’ દ્વારા કાર્યકર્તાઓ સાથે સંવાદ કરવા જઈ રહી છે. મોદી સરકારના 9 વર્ષ પૂર્ણ થવા પર એક મહાન જનસંપર્ક કાર્યક્રમના બહાને ભાજપે 2024ની લોકસભા ચૂંટણી માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. ભાજપે જનસંપર્ક અભિયાનમાં ટિફિન ચર્ચા કાર્યક્રમને વિશેષ સ્થાન આપ્યું છે.

‘ટિફિન પર ચર્ચા’ પાર પડશે 2024ની ચૂંટણી

ભાજપે દેશભરમાં 543 લોકસભા મતવિસ્તાર અને લગભગ 4000 વિધાનસભા મતવિસ્તારોમાં ટિફિન બેઠકનું આયોજન કરવાનો નિર્ણય લીધો છે. આ બેઠક દરેક વિધાનસભા સ્તરે યોજવામાં આવશે. પાર્ટીના તમામ સાંસદો અને ધારાસભ્યો ઉપરાંત ભાજપના 250 પસંદગીના નેતાઓને ટિફિન બેઠકમાં સામેલ કરવામાં આવશે. તેમનો મુખ્ય ઉદ્દેશ્ય પાર્ટીના નીચલા સ્તરના કાર્યકરોને સક્રિય કરવાનો છે.