×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અફઘાનિસ્તાનની બે શાળાઓમાં 80 વિદ્યાર્થીનીઓને ઝેર અપાયું


- તાલિબાન શાસન બાદ મહિલાઓ પર હુમલાઓ યથાવત  

- બે સ્કુલો વચ્ચે ચાલી રહેલી હરિફાઈનું પરિણામ હોવાનો શિક્ષણ અધિકારીનો લૂલો બચાવ 

કાબુલ : અફઘાનિસ્તાનમાં તાલિબાનનું શાસન આવ્યા બાદ મહિલાઓ પર અનેક પ્રતિબંધો લાદવામાં આવ્યા છે. પરંતુ, હવે તાલિબાની શાસનનો ક્રૂરતાની હદ્દ પાર કરતો કિસ્સો સામે આવ્યો છે. અહીં, બે શાળાઓની કુલ ૮૦ વિદ્યાર્થીનીઓને ઝેર આપવામાં આવ્યું હતું. ત્યારબાદ, તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. 

ઉત્તરી અફઘાનિસ્તાનના સંગચરક જિલ્લામાં શનિવારે અને રવિવારે બે શાળાઓમાં  ૮૦ વિદ્યાર્થીનીઓને ઝેર આપવામાં આવ્યું હતું. શિક્ષા અધિકારીના જણાવ્યા અનુસાર, વ્યક્તિગત દુશ્મનીમાં વિદ્યાર્થીનીઓની હત્યાનો પ્રયાસ કરાયો હતો. 

એક રિપોર્ટ મુજબ, નસવાન-એ-કબોદ શાળાના ૬૦ અને નસવાન-એ-ફૈઝાબાદ શાળાના ૧૯ વિદ્યાર્થીઓને ઝેર આપવામાં આવ્યું હતું. શાળાઓ વચ્ચે ચાલી રહેલી સ્પર્ધાનું આ પરિણામ હોવાનું અધિકારીઓ દ્વારા કહેવામાં આવી રહ્યું છે.  

ઉલ્લેખનીય છે કે, તાલિબાને ઓગસ્ટ, ૨૦૨૧માં સત્તા સંભાળ્યા બાદ મહિલાઓ અને બાળકીઓના અધિકારો અને આઝાદી પર તરાપ મારી છે. તાલિબાને દેશમાં મહિલાઓની નોકરી અને ધોરણ-૬થી આગળ વિદ્યાર્થીનીઓના ભણતર પર પ્રતિબંધ ફરમાવ્યો છે.