×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

આસામમાં ઓડિશા જેવી ટ્રેન દુર્ઘટના ટળી, એન્જિન બે ડબા સાથે આગળ નીકળ્યું, ચાલકને ખબર ન પડી

image : Wikipedia 


આસામના કોકકરાઝાર જિલ્લામાં શનિવારે ઓડિશાની ઘટનાની જેમ જ એક મોટી ટ્રેન દુર્ઘટના થતા થતા રહી ગઈ. અહીં એક ટ્રેનનું એન્જિન અને બે અન્ય ડબા એકાએક છુટા પડી ગયા હતા. જોકે બાકીના 8 ડબા બાકી ટ્રેનથી અલગ થઈ ગયા હતા. ટ્રેનનું એન્જિન બે ડબા સાથે લગભગ 600 મીટર સુધી આગળ નીકળી ગયું હતું. જોકે સદભાગ્યે પાછળથી કોઈ ટ્રેન આવતી હોવાને લીધે એક મોટી દુર્ઘટના થતા થતા રહી ગઈ હતી. 

સદભાગ્યે મોટી દુર્ઘટના ટળી 

સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આ ઘટના કોકરાઝાર અને ફકીરાગ્રામ રેલ્વે સ્ટેશન વચ્ચે બની હતી. અહીં ટ્રેનનું એન્જિન બે બોગી સાથે આગળ વધ્યું અને આઠ ડબ્બા પાછળ રહી ગયા. જો કે કોઈ મોટી દુર્ઘટના થઈ ન હતી. તેમાં પણ કોઈ મુસાફર નહોતો. જો આ દરમિયાન ટ્રેન આવી ગઈ હોત તો ઓડિશા જેવી ઘટના મોટી બની હોત. 

એક પ્રત્યક્ષદર્શીએ આપી માહિતી 

એક પ્રત્યક્ષદર્શીએ કહ્યું, "અમે એન્જિનને બોગીથી અલગ થતું જોયું. ટ્રેનનું એન્જિન અમુક કોચ સિવાય લગભગ 600 મીટર સુધી ચાલતું રહ્યું. સદનસીબે ટ્રેનની અંદર કોઈ મુસાફરો નહોતા. જો કે શરૂઆતમાં અમને લાગ્યું કે તે રાજધાની એક્સપ્રેસ છે, પણ પછી અમને ખબર પડી કે તે નવી ટ્રેન છે અને અમને તેના નામની જાણ નહોતી. બાદમાં જ્યારે લોકો પાયલટને આ વાતની જાણ થઈ ત્યારે તેણે એન્જિન પાછું લાવ્યું અને રેલવે સ્ટેશનના ગાર્ડની મદદથી બોગીને જોડી દીધી.

ઓડિશામાં ટ્રેન દુર્ઘટનામાં 288ના મોત

તમને જણાવી દઈએ કે, શુક્રવારે ઓડિશાના બાલાસોર જિલ્લામાં ત્રણ ટ્રેનો એકબીજા સાથે અથડાતા ભયાનક ટ્રેન દુર્ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી દીધો હતો. આ અકસ્માતમાં 288 લોકોના મોત થયા છે અને લગભગ 900 લોકો ઘાયલ થયા છે.