×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

અમદાવાદના અનેક વિસ્તારોમાં વહેલી સવારે ગાજવીજ અને તોફાની પવન સાથે ભારે વરસાદ પડ્યો

અમદાવાદમાં આજે વહેલી સવારે ગાજવીજ અને તોફાની પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો. એકાએક આખા શહેરના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન સાથે વરસાદ પડવાને લીધે વાહનોની અવર-જવરને અસર થઈ હતી અને ઠેર ઠેર પાણી ભરાઈ જવાથી જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. 


ક્યાં ક્યાં પડ્યો વરસાદ 

અહેવાલ અનુસાર સેટેલાઈટ, બોપલ, વસ્ત્રાપુર, મેમ્કો, શાહીબાગ, ઘાટલોડિયા, ચાંદલોડિયા, સરખેજ, જુહાપુરા, નારોલ, વટવા, ચાંદખેડા, વેજલપુર, શિવરંજની, મેમનગર, આંબાવાડી, નરોડા, મેઘાણીનગર, પાલડી,નારણપુરા, સાબરમતી, રાણીપ, નવા વાડજ, થલતેજ, સરદારનગર, અસારવા, કુબેરનગર અને નવરંગપુરા સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો. 


કાળા ડિબાંગ વાદળોએ શહેર પર જમાવ્યો કબજો 

વહેલી સવારે જ વરસાદી માહોલના સંકેત મળી ગયા હતા. આખા શહેર પર જાણે કાળા ડિબાંગ વાદળોએ કબજો જમાવી લીધો હતો. જોકે એકાએક જ વરસાદ સાથે ધોધમાર વરસાદ તૂટી પડતાં અનેક લોકોને તકલીફનો સામનો કરવો પડ્યો હતો. લોકોને વાહન ચલાવવામાં ભારે તકલીફ વેઠવી પડી હતી. ઠેર ઠેર ભારે વરસાદને લીધે થોડીક જ વારમાં પાણી ભરાઈ ગયા હતા.