×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

VIDEO : રાષ્ટ્રપતિ બાયડેન એરફોર્સ ગ્રેજ્યુએશન સમારોહમાં સ્ટેજ પર જ લથડિયું ખાઈ પડી ગયા

image : Twitter


રાષ્ટ્રપતિ જો બાયડેન કોલોરાડોમાં અમેરિકી એરફોર્સ એકેડેમીમાં ગ્રેજ્યુએશન સેરેમની દરમિયાન સ્ટેજ પર લથડિયું ખાઈ પડી ગયા હતા. ખરેખર સર્ટિફિકેટનું વિતરણ કર્યા બાદ બાયડેન જેવા જ  આગળ વધ્યા ત્યારે તેમનો પગ નજીકમાં પડેલી સેન્ડબેગ (રેતીના થેલા)માં ફસાઈ ગયો અને આ દરમિયાન જ તે પડી ગયા હતા. 

અમેરિકી સીક્રેટ સર્વિસના બે સભ્યોએ ઊભા કર્યા 

જોકે તાત્કાલિક બાદ તેમને એરફોર્સના એક અધિકારીની સાથે સાથે તેમની યુએસ સીક્રેટ સર્વિસના બે સભ્યો દ્વારા ઊભા કરાયા હતા. તે જલદીથી ઊઠ્યા અને પાછા તેમની સીટ પર જઈને બેસી ગયા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. બાયડેને અમેરિકી એરફોર્સ એકેડમીના સ્નાતકોને કહ્યું કે મને સેવા આપવા માટે પસંદ કરવા બદલ તમારો આભાર. તેમણે કહ્યું કે હવે તેમની પાસે એવી દુનિયામાં નેતૃત્વ કરવાનો "મહાન વિશેષાધિકાર" છે જે આવનારા વર્ષોમાં વધુ મૂંઝવણભરી હશે. જો કે, સ્નાતકોને પદવીઓ સોંપ્યા પછી સ્ટેજ પર લથડિયું ખાઈ જવાથી એકાએક ધ્રાસ્કો પડ્યો હતો. 

બાયડેન સંપૂર્ણપણે સ્વસ્થ : વ્હાઈટ હાઉસ 

વ્હાઇટ હાઉસે કહ્યું કે રાષ્ટ્રપતિ જો બાયડેન પડી ગયા બાદ પણ સ્વસ્થ છે. તે લથડિયું ખાઈ ગયા હતા. તેઓ પોડિયમ પરથી પાછા ફરી રહ્યા હતા ત્યારે આ ઘટના બની હતી. તેમણે કાર્યક્રમને સંબોધતા સેંકડો કેડેટ્સને અભિનંદન પાઠવ્યા હતા અને પ્રમાણપત્રોનું વિતરણ કર્યું હતું.