×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

PM મોદી આગામી 5 જૂને ગુજરાત આવે તેવી શક્યતા, બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીનું કરશે નિરીક્ષણ


આગામી પાંચમી જૂને  વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી શકે છે. મળતી માહિતી મુજબ તેઓ સુરતના પલસાણા તાલુકાના અંત્રોલી ગામે  બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુલાકાતે આવશે. પીએમ મોદીની મુલાકતને લઈને તડામાર તૈયારીઓ પણ શરૂ થઈ છે. વડાપ્રધાનના ડ્રીમ પ્રોજેક્ટ ગણાતા અને દેશની સર્વ પ્રથમ બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું સુરત સ્ટોપેજ પલસાણા તાલુકાના અંત્રોલી ગામે બની રહ્યું છે. ત્યારે આ પ્રોજેક્ટની સંભવિત કામગીરી નિહાળવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાંચ જુને સુરતમાં આવશે.

વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ

બારડોલીમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કરશે, જેને લઇને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તો વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારી આરંભી દેવામાં આવી છે.

બારડોલીમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીનું કરશે નિરીક્ષણ 

PM મોદી બારડોલીમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીનું નિરીક્ષણ કરશે અને આંત્રોલીમાં નિર્માણાધીન બુલેટ ટ્રેન સ્ટેશનની મુલાકાત કરશે. પ્રધાનમંત્રીના આગમનને લઈ આંત્રોલીમાં તૈયારીઓ શરૂ કરાઈ છે તેમજ PMના કાફલાનો રૂટ અને સુરક્ષા બાબતે સર્વે હાથ ધરવામાં આવ્યો છે. PMના હેલિકોપ્ટરને અંત્રોલીના ક્રિકેટ મેદાનમાં હેલિપેડ પર ઉતારાશે.