×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ભાજપે સંસ્થાનો પર કબજો જમાવ્યો, દેશની આવી હાલત થશે વિચાર્યું પણ નહોતું : રાહુલ ગાંધીના પ્રહાર

image : Twitter


કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અમેરિકાના પ્રવાસે છે. તેમણે ગુરુવારે એટલે કે આજે સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાં એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે પોતાનું લોકસભા સભ્યપદ ગુમાવવા અંગે તેમની વાત રજૂ કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું કે કદાચ ભારતમાં માનહાનિના સૌથી વધુ કેસ મારી સામે જ થયા હશે. મેં તો ક્યારેય વિચાર્યું પણ નહોતું કે ક્યારેય આવું થશે. 

મારા માટે આ સૌથી મોટી તક : રાહુલ ગાંધી 

રાહુલે કહ્યું કે મેં હાલમાં મારો પરિચય સાંભળ્યો. તેમાં મને પૂર્વ સાંસદ તરીકે સંબોધવામાં આવ્યા. રાહુલે કહ્યું કે જ્યારે મેં 2004માં રાજકારણ શરૂ કર્યું હતું તો ક્યારેય વિચાર્યું પણ નહોતું કે દેશમાં આવી હાલત જોઈશ જે હાલ જોવા મળી રહી છે. લોકસભા સભ્યપદ રદ થવાની ઘટનાનો ઉલ્લેખ કરતાં રાહુલે કહ્યું કે પણ મને લાગે છે કે હવે મારી પાસે તક છે. કદાચ એ અવસર કરતાં પણ મોટી તક જે મને સંસદમાં બેસીને મળી હોત.  

કેમ ભારત જોડો યાત્રા શરૂ કરી...જણાવ્યું કારણ 

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે કહ્યું કે આ ડ્રામાની શરૂઆત 6 મહિના અગાઉ થઈ હતી. ભારતમાં વિપક્ષી દળો સંઘર્ષ કરી રહ્યા છે. સંસ્થાનો પર ભાજપે કબજો જમાવી રાખ્યો છે. અમે લોકતાંત્રિક રીતે લડી રહ્યા છીએ. જ્યારે અમે જોયું કે કોઈ અમારી મદદ કરી રહ્યું નથી ત્યારે અમે માર્ગો પર ઊતરવાનો નિર્ણય લીધો અને તેનાથી જ ભારત જોડો યાત્રાની શરૂઆત થઈ. 

રાહુલનું સાંસદ પદ છીનવાયું હતું 

રાહુલ ગાંધીને મોદી સરનેમ મામલે 2019માં આપેલા એક ભાષણ મામલે સુરતની કોર્ટે આ વર્ષે માર્ચમાં માનહાનિ મામલે દોષિત ઠેરવ્યા હતા. કોર્ટે રાહુલને 2 વર્ષની સજા કરી હતી. તેના પછી રાહુલ ગાંધીનું લોકસભા સભ્યપદ રદ થઈ ગયું.