×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

CIBIL સ્કોર ઓછો હોય તો પણ શિક્ષણ લોન રિજેક્ટ ન કરી શકાય, SBIને ઝાટકતાં હાઈકોર્ટની ટિપ્પણી

image : Wikipedia 


કેરળ હાઈકોર્ટે તેની એક કેસ પર સુનાવણી કરતાં કહ્યું કે CIBIL સ્કોર ઓછો હોય તેમ છતાં કોઈ વિદ્યાર્થીને એજ્યુકેશન લોન આપવા માટે બેન્ક ના ન પાડી શકે. બેન્કોને ફટકાર લગાવતા જસ્ટિસ પી.વી. કુન્હીકૃષ્ણને  શિક્ષણ લોન માટેની અરજી પર વિચાર કરતી વખતે બેન્કોને માનવીય દૃષ્ટિકોણ અપનાવવા આગ્રહ કર્યો હતો.

વિદ્યાર્થીઓ ભવિષ્યના રાષ્ટ્રનિર્માતા 

એક અહેવાલ અનુસાર હાઈકોર્ટે વિદ્યાર્થીની અરજી પર સુનાવણી કરતાં કહ્યું કે વિદ્યાર્થી ભવિષ્યના રાષ્ટ્રનિર્માતા છે. તેમણે ભવિષ્યમાં દેશનું નેતૃત્વ કરવાનું છે. ફક્ત એટલા માટે કે એક વિદ્યાર્થીનો CIBIL સ્કોર ઓછો છે અને તેણે એજ્યુકેશન લોન માટે અરજી કરી છે, મારું માનવું છે કે આવા વિદ્યાર્થીઓની એજ્યુકેશન લોન અરજીને બેન્ક દ્વારા નકારવામાં ન આવે. 

બે લોનમાંથી એન લોનનો હપ્તો ન ભરી શક્યો 

આ મામલે અરજદાર જે એક વિદ્યાર્થી છે તેણે બે લોન લીધી હતી જેમાં એક લોનના 16667 રૂ. ચૂકવવાના બાકી હતા. બેન્કે બીજી લોનને એનપીએ કરી દીધી હતી. આ કારણે અરજદારનો CIBIL સ્કોર નબળો પડી ગયો હતો. અરજદારના વકીલોએ કોર્ટમાં કહ્યું કે જો તેને લોન નહીં મળે તો તે મોટી મુશ્કેલીમાં ફસાઈ જશે. અરજદાર વકીલે જણાવ્યું હતું કે તેમના અસીલને એક મલ્ટી નેશનલ કંપનીથી નોકરીની ઓફર મળી છે અને તે થોડા સમય બાદ સંપૂર્ણ લોન ચૂકવવામાં સક્ષમ બની જશે. ત્યારબાદ હાઈકોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ નિર્ણય અરજદારની તરફેણમાં આપ્યો.