×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

VIDEO: IPL મેચમાં વરસાદ બન્યો વિલન, શહેરના અનેક વિસ્તારોમાં કરા પડ્યા, પાણી ભરાયા

અમદાવાદ, તા.28 મે-2023, રવિવાર

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે IPL-2023ની ફાઈનલ મેચ રમાવાની હતી. જોકે તે પહેલા ધમાકેદાર વરસાદ પડતા મેચ પર સંકટના વાદળો ઘેરાયા છે. આજે ફાઈનલ મેચના દિવસે વરસાદ પડતા ક્રિકેટ રસિકોને નિરાશ કર્યા છે. તો શહેરના અનેક વિસ્તારોમાં વિજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે. તો કેટલાક વિસ્તારોમાં કરા પડ્યા હોવાના પણ અહેવાલો મળી રહ્યા છે. સતત વરસાદ પડવાના કારણે કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની પણ સમસ્યા સર્જાઈ છે. શહેરના મકરબા, એસજી હાઈવે, થલતેજ, શિવરંજની, ચાંદખેડા સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. તો બીજી તરફ ભર ઉનાળે વરસાદે માઝા મુકતા વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. 

ક્લોઝિંગ સેરેમની સાથે વરસાદ પણ શરૂ

આજે ફાઇનલ મેચ પહેલા સાંજે ક્લોઝિંગ સેરેમની પણ યોજવાની છે. સેરેમની શરૂ થાય તે પહેલા જ અમદાવાદમાં મકરબા, એસજી હાઈવે, થલતેજ, શિવરંજની, ચાંદખેડા, મોટેરા, વસ્ત્રાપુર, સેટેલાઈટ, નવા વાડજ સહિતના વિસ્તારોમાં વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે.

સ્ટેડિયમ પાસે વરસાદ, ક્રિકેટ રસિયાઓ થયા નિરાશ

આજે અમદાવાદમાં મોઢેરા ખાતે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ રમાવાની છે. ક્રિકેટ રશિયાઓ પણ ત્યાં પહોંચી ગયા છે. જોકે તે પહેલા વરસાદે વિલન બનતા અને આકાશી વિજળીએ ગર્જના કરતા ક્રિકેટ રસિયાઓ નિરાશ થયા છે. તો દર્શકો પણ મેઘરાજાના શાંત પડવાની રાહ જોઈ રહ્યા છે.

પશ્ચિમ અમદાવાદમાં કરા પડ્યા

શહેરના પશ્ચિમ વિસ્તારોમાં, સેટેલાઈટ, વસ્ત્રાપુર, બોપલ, SG હાઈવે પર ભારે પવન સાથે વરસાદ ધુમ મચાવી રહ્યો છે. તો કેટલાક વિસ્તારોમાં કરા પણ પડી રહ્યા છે. કરા પડવાના કારણે વાહનચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે.