×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

LIVE : ઐતિહાસિક અવસર, નવા સંસદ ભવનમાં વડાપ્રધાન મોદીએ સેંગોલની સ્થાપના કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન શરૂ કરી દીધું છે. ઉદ્ઘાટન સમારોહને ઐતિહાસિક બનાવવા માટે પરંપરાગત વૈદિક વિધિઓ અનુસાર કાર્યક્રમ કરાયો. ઉદઘાટન સમારોહની શરૂઆત હવન અને પૂજાથી થઈ હતી. આ પછી પીએમ મોદી લોકસભા ચેમ્બરનું ઔપચારિક ઉદ્ઘાટન કર્યું. શૈવ ધર્મના ઉચ્ચ પૂજારીઓએ પીએમ મોદીને રાજદંડ સેંગોલ સોંપ્યો હતો. જેને નવા સંસદ ભવનમાં લોકસભાના અધ્યક્ષની બેઠક પાસે પીએમ મોદીના હસ્તે સ્થાપિત કરવામાં આવ્યો હતો. પીએમ મોદીએ કહ્યું કે નવું સંસદ ભવન દરેક ભારતીયને ગૌરવ અપાવશે. વડાપ્રધાન મોદી નવા સંસદ ભવન પહોંચી ગયા છે. તેમનું સ્વાગત લોકસભાના સ્પીકર ઓમ બિરલા દ્વારા કરાયું હતું.  

શનિવારે અધ્યામ મહંતો સાથે બેઠક

આ પહેલા શનિવારે નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમારોહ પહેલા અધિનમ મહંત શનિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. પીએમ મોદીએ તેમને મળ્યા અને તેમના આશીર્વાદ લીધા. આ અવસર પર પીએમ મોદીએ કહ્યું કે, 'આજે તમારા પગ મારા આવાસ પર પડ્યા છે, આ મારા માટે સૌભાગ્યની વાત છે. મને એ વાતનો પણ ખૂબ આનંદ છે કે આવતીકાલે નવા સંસદ ભવનનાં ઉદ્ઘાટન સમયે તમે બધા ત્યાં આવીને આશીર્વાદ આપવાના છો.

ઉદઘાટન કાર્યક્રમ સવારે 7.15 કલાકે શરૂ થશે

રવિવારે ઉદ્દઘાટન સમારોહનો કાર્યક્રમ સવારે સૂર્યોદય પછી તરત જ શરૂ થશે. PM મોદી સવારે 7.15 વાગ્યે અહીં પહોંચશે. પંડાલમાં 7:30 વાગ્યે પૂજા શરૂ થશે, જેની વિધિ એક કલાક સુધી ચાલશે. ત્યારબાદ દરેક લોકો લોકસભા ચેમ્બર તરફ જશે અને અહીં પ્રવેશ્યા બાદ 9 વાગ્યા સુધી ચેમ્બરમાં કાર્યક્રમ ચાલશે. લોબીમાં પ્રાર્થના સભા થશે અને ત્યારપછી પીએમ મોદી કેમ્પસની બહાર નીકળશે. આ પછી, ઉદ્ઘાટનનો બીજો તબક્કો સવારે 11 વાગ્યાથી શરૂ થશે. આ સમારોહમાં શું થવાનું છે, જાણો સંપૂર્ણ વિગતો

આજના દિવસના કાર્યક્રમનો ટાઈમટેબલ આ પ્રમાણે હોઈ શકે છે 

પ્રથમ પ્રસંગ - પૂજા સમારોહ

સવારે 7.15: પીએમ મોદીની મુખ્ય દ્વારથી એન્ટ્રી (વિજય ચોક બાજુથી)

સવારે 7.30: પૂજા પંડાલ (મહાત્મા ગાંધી પ્રતિમા પાસે સ્થિત) ખાતે શરૂ થશે.

સવારે 8.30: પૂજા સમાપ્ત

સવારે 8.30: એલએસસી તરફ મૂવમેન્ટ (લોકસભા ચેમ્બર)

સવારે 8.35: લોકસભા ચેમ્બરમાં પ્રવેશ

સવારે 8.35 થી 9.00: લોકસભા ચેમ્બરની અંદર કાર્યક્રમ

સવારે 9.00 થી 9.30 : લોબીમાં પ્રાર્થનાસભા

9.30 સવારે: PM પરિસરથી નીકળશે.

બીજો સંભવિત ટાઈમટેબલ 

બીજો પ્રસંગ - ઉદ્ઘાટન

11.30 સવારે: મહેમાનોનું આગમન

બપોરે 12.00 વાગ્યે: ​​મુખ્ય મહેમાનોનું આગમન

બપોરે 12.00: સ્ટેજ પર મહાનુભાવો

બપોરે 12.07: રાષ્ટ્રગીત

બપોરે 12.10 કલાકે: સ્વાગત પ્રવચન (માનનીય ઉપસભાપતિ, રાજ્યસભા)

બપોરે 12.17: બે ફિલ્મોનું બેક ટુ બેક સ્ક્રીનિંગ

12:29 બપોરે : ઉપરાષ્ટ્રપતિનો સંદેશ

બપોરે 12:33: રાષ્ટ્રપતિનો સંદેશ

બપોરે 12.38 - રાજ્યસભામાં વિપક્ષના નેતાનું સંબોધન

બપોરે 01.05 - પીએમ મોદી સિક્કો બહાર પાડશે અને સ્ટેમ્પ બહાર પાડવામાં આવશે

01.10 કલાકે - વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સંબોધન

આભાર પ્રસ્તાવ મહાસચિવ લોકસભા

PM મોદી 101મી મન કી બાત કરશે

પીએમ મોદી પણ રવિવારે 101મી મન કી બાત કરવાના છે. નવા સંસદ ભવનના ઉદ્ઘાટન કાર્યક્રમની સાથે, ભાજપના તમામ લોકસભા અને રાજ્યસભા સભ્યો સંસદના જીએમ બાલયોગી ઓડિટોરિયમ, લાઇબ્રેરી બિલ્ડિંગમાં પીએમ મોદીની મન કી બાતના 101 એપિસોડ સાંભળશે.