×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

IPL 2023 Live : ગુજરાત-મુંબઈની મેચ પર વરસાદનું વિઘ્ન, ટોસ ઉછાળવામાં થયું મોડું

અમદાવાદ, તા.26 મે-2023, શુક્રવાર

IPL-2023ની આજે ક્વોલિફાયરની બીજી મેચમાં રમવા ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન મેદાનમાં આવશે. જોકે તે પહેલા શહેરમાં પડી રહેલા વરસાદના કારણે મેચમાં ટોસ મોડો ઉછાળવાનો નિર્ણય કરાયો છે. હાલ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પ્રેક્ષકોથી ઉભરાઈ ગયું છે. દર્શકો પણ મેદાનમાં આવી ગયા છે. જોકે વરસાદના કારણે ટોસ મોડો ઉછડવાની માહિતી મળતા ક્રિકેટ ચાહકો પણ નિરાશ થયા છે.

IPL-2023 Live Scorecard

Live Update : 

ક્વોલિફાયર-2 મેચ માટે કોઈ એક્સ્ટ્રા દિવસ નથી

આ અગાઉ ક્વોલિફાયર-1માં ગુજરાતે ચેન્નઈ સુપર કિંગ્સ સામે 15 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. ઉપરાંત મુંબઈએ એલિમિનેટરમાં લખનઉ સુપર જાયન્ટ્સને 81 રનથી હરાવ્યું હતું. IPLમાં અત્યાર સુધી બંને ટીમો 2 વખત સામ સામે રમી ચુકી છે. બંને ટીમ એક-એક વખત મેચ જીતી છે. આજની ક્વોલિફાયર 2 મેચ માટે કોઈ એક્સ્ટ્રા દિવસ ન હોવાથી જો વરસાદ પડે તો શું થશે અને વિજેતા કેવી રીતે નક્કી થશે? ટૂર્નામેન્ટની બીજી ફાઇનલિસ્ટ ટીમ આ રીતે નક્કી થશે.

મેચ અનિર્ણિત રહે તો ગુજરાતને વિજેતા જાહેર કરાશે

જો આજે વરસાદને કારણે મેચમાં કોઈપણ નિર્ણય ન આવે તો ગુજરાત ટાઈટન્સનને વિજેતા ટીમ જાહેર કરવામાં આવશે કારણ કે આ ટીમ પોઇન્ટ ટેબલ પર મુંબઈ ઈન્ડિયન્સ કરતાં આગળ છે. મુંબઈ ઈન્ડિયન્સ 16 પોઈન્ટ અને -0.044 નેટ રન રેટ સાથે ચોથા સ્થાને છે, જ્યારે ગુજરાત ટાઈટન્સ +.809 અને 20 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. 

Read Also : આ વર્ષે IPLને ડિજિટલ પ્લેટફોર્મ પર જોવાના મુખ્ય 5 કારણો

મુંબઈ ચોથી વખત રમી રહી છે ક્વોલિફાયર-2

મુંબઈ ઈન્ડિયન્સ લીગ સ્ટેજ બાદ પોઈન્ટ ટેબલ નંબર-4 પર રહી હતી. મુંબઈના 14 મેચમાં 8 જીત અને 6 હાર સાથે 16 પોઈન્ટ હતા. રોહિત શર્માની આગેવાની હેઠળની ટીમે એલિમિનેટરમાં લખનઉ સુપરજાયન્ટ્સને 81 રનથી હરાવીને ક્વોલિફાયર-2માં જગ્યા બનાવી હતી. મુંબઈની ટીમ 10મી વખત પ્લેઓફમાં પહોંચી હતી. મુંબઈ ઈન્ડિયન્સ તેની 10મી પ્લેઓફમાં ચોથી વખત ક્વોલિફાયર-2 રમી રહી છે.

ગુજરાતને હોમ ગ્રાઉન્ડનો ફાયદો

ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ લીગ સ્ટેજમાં ટોચ પર રહી હતી. ગુજરાતની ટીમના 14 મેચમાં 10 જીત અને 4 હારથી 20 પોઈન્ટ હતા. જો કે ક્વોલિફાયર-1માં ટીમને ચેન્નઈ સુપર કિંગ્સ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ ટીમને ફાઇનલમાં ક્વોલિફાય થવાની બીજી તક મળી છે. ગુજરાતને હોમ ગ્રાઉન્ડનો લાભ મળી શકે છે. આ ગ્રાઉન્ડ પર ગુજરાતની ટીમે અત્યાર સુધી 8 મેચ રમી છે જેમાંથી 5માં જીત મેળવી છે.

ગુજરાત અને મુંબઈ હેડ-ટુ-હેડ

IPLમાં ગુજરાત ટાઈટન્સનો બહુ જૂનો ઈતિહાસ નથી. ગુજરાતની ટીમ IPLની ગત સિઝનમાં પ્રવેશી હતી અને ટાઈટલ જીતવામાં સફળ રહી હતી. બંને ટીમો વચ્ચેના આંકડાની વાત કરીએ તો મુંબઈની ટીમ ગુજરાત કરતા આગળ છે. IPLમાં અત્યાર સુધીમાં ગુજરાત ટાઈટન્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે 3 મેચ રમાઈ છે. આ દરમિયાન મુંબઈએ 2 અને ગુજરાતે એક મેચ જીતી છે. IPL 2023માં બંને ટીમો વચ્ચે 2 મેચ રમાઈ હતી જેમાં બંને ટીમ 1-1 મેચ જીતી હતી.