×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

IPLની ફાઇનલ મેચની ટિકીટોનું ચાર ગણી કિમતે કાળા બજાર શરૂ કરાયું

અમદાવાદ,બુધવાર

આઇપીએલની ફાઇનલ મેચ આગામી ૨૮મી તારીખે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનાર છે. તેને લઇને વિવિધ ટિકીટના બ્લોક ઓનલાઇન બુકિંગ માટે તબક્કાવાર ખોલવામાં આવી રહ્યા છે. જેમાં બુધવારે રૂપિયા એક હજાર રૂપિયાની ટિકીટનો બ્લોક સવારે ખુલતાની સાથે જ એક મિનિટ જેટલા સમયગાળામાં જ  બુક થઇ ગયો હતો. જે બાદ બ્લેક માર્કેટમાં ટિકીટની કાળાબજારી શરૂ થઇ ગઇ હતી. જેમાં એક હજારની ટિકીટનો ભાવ પાંચ હજાર સુધી પહોંચી ગયો હતો. જ્યારે અન્ય બ્લોક પણ ખુલતાની સાથે જ મિનિટોમાં જ બુક થઇ જતા ૧૦ હજારની ટિકીટના ભાવ પ૦ હજાર સુધી પહોંચી ગયો છે. અમદાવાદમાં આઇપીએલની ફાઇનલ મેચ આગામી ૨૮મી તારીખે રમાવવાની છે. જે મેચની ટિકીટનું ઓનલાઇન વેચાણ કરવામાં આવી રહ્યું છે. પરંતુ, આ ટિકીટનું ઓનલાઇન વેચાણ કરતા પ્લેટફોર્મ પર તબક્કાવાર ટિકીટનું બુકીંગ ઓપન કરવામાં આવી રહ્યું છે. જેમાં બુધવારે સવારે ૧૧ વાગે  રૂપિયા એક હજારની કિંમતની ટિકીટનું ઓનલાઇન બુકીંગ શરૂ કરાયું હતું. જેેમાં ેએક આઇડીથી પાંચ ટિકીટ ઓનલાઇન ખરીદી શકાતી હતી. પરંતુ, એક મિનિટમાં રૂપિયા એક હજારની હજારો ટિકીટોનું ઓનલાઇન બુકીંગ થઇ જતા હજારો લોકો ટિકીટ નહી મળતા નિરાશ થઇ ગયા હતા. બીજી તરફ ગણતરીની મિનિટોમાં જ એક એક હજારની ટિકીટના કાળાબજારમાં ભાવ પાંચ હજાર પહોંચી ગયો હતો. તો કેટલાંક લોકોએ પાંચ ટિકીટના બ્લોકના ૩૦ થી ૩૫ હજારની માંગ્યા હતા.

મોટેરા સ્થિત નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અલગ અલગ બ્લોકના ટિકીટના દર અલગ અલગ નક્કી કરાયા છે. જેમાં  અપર લેવલના જે, એમ, એન અને આરનો ભાવ એક હજાર રૂપિયા છે. જ્યારે  કે, એલ, પી અને ક્યુના અપર લેવલ બ્લોકની ટિકીટનોે ભાવ ૮૦૦ રૂપિયા છે. ત્રીજા માળે આવેલી પ્રેસિડેન્ટ ગેલેરીની ટિકીટનોે ભાવ ૧૦ હજાર રૂપિયા છે. જે ટિકીટ ૫૦ હજારથી ૬૦ હજાર રૂપિયા સુધીના ભાવમાં ટ્રેન્ડીંગ છે.

ટિકીટોની કાળાબજારી કરતી અનેક ગેંગ પણ સક્રિય છે. જેને ઓનલાઇન સ્લોટ ખુલે તેની માહિતી એડવાન્સમાં રાખે છે. જેમાં તે તેમના માણસોની મદદથી બ્લોક ખુલવાની સાથે જ અનેક ટિકીટો બુક કરાવે છે અને ટિકીટ બુક કરાવનાર બે હજારથી પાંચ હજારનું કમિશન આપે છે. જે બાદ કાળા બજારી કરવામાં આવે છે અને ટિકીટ અનેક ગણો નફો લઇને ગેરકાયદેસર વેચાણ કરવામાં આવે છે.