×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

‘આપણે બધા પક્ષો સાથે રહીશું તો….’ CM કેજરીવાલ સહિત 4 દિગ્ગજ નેતાઓએ મમતા બેનર્જી સાથે કરી મુલાકાત

નવી દિલ્હી/કોલકાતા, તા.23 મે-2023, મંગળવાર

કોલકાતામાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને ટીએમસીના વડા મમતા બેનર્જીને મળ્યા બાદ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે જણાવ્યું કે, તમામ પક્ષોએ કેન્દ્ર સરકારના વટહુકમનો વિરોધ કરવો જોઈએ. આ દરમિયાન તેમની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન, દિલ્હી સરકારમાં કેબિનેટ મંત્રી આતિશી, સાંસદ સંજય સિંહ અને રાઘવ ચઢ્ઢા પણ હતા. 

તમામ પક્ષઓે વટહુકમનો વિરોધ કરવો જોઈએ : મમતા બેનર્જી

અરવિંદ કેજરીવાલે કહ્યું કે અમારી સરકારને કામ કરવા દેવામાં આવતી નથી. અમે કામ કરવા માંગીએ છીએ, પરંતુ અમારી પાસે શક્તિઓ નથી. તેમણે આરોપ લગાવ્યો કે, CBIનો દુરુપયોગ થઈ રહ્યો છે. આખા દેશમાં સરકારોને પરેશાન કરવામાં આવી રહી છે. તો બીજી તરફ મમતા બેનર્જીએ જણાવ્યું કે, આ વટહુકમ વિરુદ્ધ તમામ પક્ષોએ સાથે આવવું જોઈએ, અમારી પાર્ટી પણ વટહુકમનો વિરોધ કરશે.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, 2015માં પહેલીવાર સરકાર બની કે તરત જ નોટિફિકેશન બહાર પાડીને દિલ્હી સરકારનો પાવર છીનવી લેવાયો હતી, આઠ વર્ષ બાદ સુપ્રીમ કોર્ટનો આદેશ આવ્યો, તેને પણ પલટી નખાયો... અને તે પણ કોર્ટના રજાના દિવસોએ... મમતા બેનર્જીએ રાજ્યસભામાં કહ્યું છે કે તેઓ અમારું સમર્થન કરશે. મમતા બેનર્જીએ કહ્યું કે, અમે સુપ્રીમ કોર્ટનું સન્માન કરીએ છીએ, માત્ર સુપ્રીમ કોર્ટ જ દેશને બચાવી શકે છે. અમે લોકોએ પરસ્પર ચર્ચા કરી છે કે, કેન્દ્ર સરકાર જે વટહુકમ લાવી છે તેનો વિરોધ કરે...

જો આપણે બધા વટહુકમનો વિરોધ કરીશું તો મોટો સંદેશ જશે : મમતા બેનર્જી

મમતા બેનર્જીએ જણાવ્યું કે, હું તમામ પાર્ટીઓને અપીલ કરું છું કે, જો આપણે બધા સાથે રહી શકીએ તો આ મોટો સંદેશ જશે અને વટહુકમ જતો રહેશે. અમારી પાર્ટીએ નક્કી કર્યું છે કે, અમે આ વટહુકમનો વિરોધ કરીશું. ત્યારબાદ કેજરીવાલે જણાવ્યું કે, હું દીદીનો ખૂબ ખૂબ આભાર માનું છું. દિલ્હીના લોકોએ 8 વર્ષથી સંઘર્ષ કર્યો છે. ત્યારબાદ સુપ્રીમ કોર્ટે અમારા પક્ષમાં નિર્ણય આપ્યો, પરંતુ ઓર્ડર આવતા જ એક અઠવાડિયા બાદ તેમણે વટહુકમ લાવી સુપ્રીમ કોર્ટનો આદેશને પલટી નાખ્યો.