×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

'નફરતના બજારમાં મોહબ્બતની દુકાન ખોલી', બેંગ્લુરુ બાદ હરિયાણામાં રાહુલ ગાંધીએ ટ્રકમાં કરી મુસાફરી

image : Twitter


બેંગલુરુમાં ડિલિવરી એક્ઝિક્યુટિવ્સ સાથે રાઈડ કર્યા પછી હવે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી  હરિયાણાના અંબાલામાં ટ્રક ડ્રાઈવરો સાથે મુસાફરી કરતા જોવા મળ્યા હતા. ટ્રક ડ્રાઈવરો સાથે સવારી કરતા કોંગ્રેસના નેતાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. કોંગ્રેસ નેતા ઈમરાન પ્રતાપગઢીએ પણ આ વીડિયો ટ્વિટર પર શેર કર્યો છે. તેમણે કહ્યું કે ટ્રક ડ્રાઈવરોની સમસ્યાઓ જાણવા માટે માત્ર રાહુલ ગાંધી જ તેમની વચ્ચે પહોંચી શકે છે અને તેમની સાથે વાત કરી શકે છે.

દિલ્હીથી શિમલા જવા રવાના થયા 

રાહુલ ગાંધી ટ્રકમાં સવાર થઈને દિલ્હીથી શિમલા જવા રવાના થયા હતા. રસ્તામાં તેમણે અંબાલાથી ચંડીગઢ સુધી ટ્રકમાં મુસાફરી કરી હતી. કોંગ્રેસના તમામ નેતાઓએ આ વીડિયો શેર કરીને રાહુલ ગાંધીના વખાણ કર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે આ વીડિયો સોમવાર રાતનો છે. કોંગ્રેસના કહેવા પ્રમાણે, તેમની મુલાકાતમાં તેમણે ડ્રાઇવરોના પ્રશ્નો અને સમસ્યાઓને સમજવાનો પણ પ્રયાસ કર્યો હતો.

કોંગ્રેસ નેતાઓએ વીડિયો શેર કર્યો 

કોંગ્રેસ નેતા સુપ્રિયા શ્રીનેતે પણ તેનો વીડિયો શેર કર્યો છે. તેમણે અડધી રાત્રે બસમાં સામાન્ય નાગરિકો અને ટ્રકના ડ્રાઈવરને મળવા પાછળનું કારણ જણાવ્યું છે. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી આ દેશના લોકોની વાત સાંભળવા માંગે છે, તેમના પડકારો અને સમસ્યાઓને સમજવા માંગે છે. તેમને આમ કરતા જોઈને એક પ્રકારનો આત્મવિશ્વાસ દેખાય છે. કોઈ તો છે જે લોકો સાથે ઉભું છે. કોઈ એવી વ્યક્તિ છે જે તેમના સારા ભવિષ્ય માટે કોઈપણ પ્રકારનું બલિદાન આપવા તૈયાર છે. કોઈ છે જે નફરતના બજારમાં પ્રેમની દુકાન ખોલી રહ્યું છે.