×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

WMOના રીપોર્ટે ભારતની ચિંતા વધારી, 50 વર્ષમાં કુદરતી આફતોથી લાખો લોકોએ જીવ ગુમાવ્યા


સમગ્ર વિશ્વમાં ઉનાળાની ગરમી દિન પ્રતિદિન વધી રહી છે. ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જ વિશે વિશ્વભરમાં ચર્ચા પણ લાંબા સમયથી ચાલી રહી છે. કેટલાક દેશો આ મુદ્દે સાથે મળીને કામ કરવા તૈયાર છે, જ્યારે કેટલાક તેની ચિંતાઓને નજરઅંદાજ કરીને ઔદ્યોગિક વિકાસને આડેધડ પ્રોત્સાહન આપી રહ્યા છે. 

ભારતમાં જળવાયુ પરિવર્તનથી પાછલા 50 વર્ષોમાં 1.3 લાખ લોકોએ જીવ ગુમાવ્યા: WMO 

આ દરમિયાન WMOનો ભારતની ચિંતામાં વધારો કરતો એક રીપોર્ટ સામે આવ્યો છે. જેમાં દર્શાવ્યું છે કે, 1970 થી 2021 વચ્ચેના પચાસ વર્ષોમાં, ભારતમાં ગંભીર હવામાન પરિસ્થિતિઓ, આબોહવા પરિવર્તન, કુદરતી આફતોના કારણે 1.3 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. 

5 થી 12 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું

યુએનની વિશેષ એજન્સી વિશ્વ હવામાન વિભાગે પણ પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે, આ વર્ષોમાં ખરાબ હવામાન, આબોહવા અને પાણી સંબંધિત ઘટનાઓને કારણે ભારતે 573 આફતોનો સામનો કર્યો છે. આ આફતોમાં 1.38 લાખ લોકોએ જીવ ગુમાવ્યા છે. તેમજ 5 થી 12 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. 

વિશ્વભરમાં 2 મિલિયન લોકો મૃત્યુ પામ્યા

તે જ સમયે, આ સમયગાળા દરમિયાન વૈશ્વિક સ્તરે 11,778 આપત્તિની ઘટનાઓ નોંધવામાં આવી હતી. વૈશ્વિક સ્તરે પણ આ સમયગાળા દરમિયાન 2 મિલિયનથી વધુ લોકો મૃત્યુ પામ્યા હતા અને 4.3 ટ્રિલિયન યુએસ ડોલરનું આર્થિક નુકસાન થયું હતું. 

વધતા તાપમાનના કારણે 35 હજારથી વધુ પ્રજાતિઓ ગંભીર ખતરામાં

વધતા તાપમાનના કારણે 35 હજારથી વધુ પ્રજાતિઓ ગંભીર ખતરાનો સામનો કરી રહી છે. નેચર ઇકોલોજી એન્ડ ઇવોલ્યુશન નામના જર્નલમાં પ્રકાશિત થયેલા સંશોધન મુજબ, પૂર્વ-ઔદ્યોગિક સમયની તુલનામાં પૃથ્વીની સપાટીના તાપમાનમાં 1.5 ° C વધારો થવાથી વિશ્વની 15 ટકા પ્રજાતિઓ માટે કુદરતી રહેઠાણોનું નુકસાન થઈ શકે છે. જ્યારે, જો તાપમાન 2.5 ° C વધશે, તો 30 ટકા પ્રજાતિઓ જોખમમાં આવશે.