×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

ID પ્રૂફ વિના ₹2000ની નોટ બદલવાની પરવાનગી કેમ? ભાજપ નેતાએ જ દાખલ કરી PIL


2000 રૂપિયાની ચલણી નોટો પાછી ખેંચી લેવાનો મામલો અત્યારે ખૂબ ચર્ચામાં છે. આ મામલો હવે દિલ્હી હાઈકોર્ટ સુધી પહોંચ્યો છે. ભાજપના નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાય દ્વારા હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ પીઆઈએલમાં કહેવામાં આવ્યું છે કે, કોઈપણ ડિમાન્ડ સ્લિપ અને ઓળખના પુરાવા વિના રૂ. 2000ની નોટ જમા કરાવવા અથવા અન્ય નાના મૂલ્યની નોટોમાં રોકડ ચૂકવવાનો આદેશ મનસ્વી, અતાર્કિક અને ભારતના બંધારણની આર્ટીકલ 14નું ઉલ્લંઘન કરે છે.

આ અરજીમાં કરવામાં આવેલી માંગ 

અરજીમાં કહેવામાં આવ્યું છે કે, આ પગલાથી ભ્રષ્ટાચાર, બેનામી વ્યવહારોને ખતમ કરવામાં મદદ મળશે. તેમણે કહ્યું કે, આ પગલું નાગરિકોના મૂળભૂત અધિકારોને સુરક્ષિત કરવા માટે કેન્દ્રને કાળા નાણા અને બેનામી સંપત્તિ ધારકો સામે યોગ્ય પગલાં લેવામાં મદદ કરશે. તેથી આ અંગે સરકાર અને RBIને યોગ્ય સૂચના આપવા અરજીમાં વિનંતી કરવામાં આવી છે.

23 મેથી નોટો બદલી શકાશે

રિઝર્વ બેંકે FAQs જારી કર્યા છે અને કહેવામાં આવ્યું છે કે, ચલણમાંથી બહાર કાઢવામાં આવી રહેલી 2000 રૂપિયાની નોટને બદલવાની પ્રક્રિયા 23 મે 2023થી શરૂ થશે અને તેને 30 સપ્ટેમ્બર સુધી બદલી શકાશે. જો તમારી પાસે પણ આ નોટો છે, તો ગભરાવાની જરૂર નથી, બેંકમાં જઈ તમે તેને સરળતાથી બદલી શકો છો. 

આઈડી કાર્ડની જરૂર રહેશે નહીં

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેના નોટિફિકેશનમાં કહ્યું છે કે, 2000 રૂપિયાની નોટ બદલવા માટે કોઈપણ વ્યક્તિએ આંખનો પુરાવો આપવો પડશે નહીં કે કોઈ ફોર્મ ભરવાનું રહેશે નહીં. 2000 રૂપિયાની 20,000 રૂપિયા સુધીની નોટ એક જ વારમાં સરળતાથી બદલી શકાશે.