×

For the benefit of the privacy of all members, we require you to kindly Login or Register to view the photos

Login Register

2000ની નોટ બદલવા માટે કોઈ ફોર્મ કે આઈડીની જરૂર નથી, SBIએ રજૂ કરી ગાઈડલાઈન


2000 રૂપિયાની નોટ બદલવાની પ્રક્રિયા આગામી 23 મેના રોજથી શરુ થવા જઈ રહી છે. નોટ બદલવાની પ્રક્રિયાને લઈ મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. તો સમાચાર એવા છે કે તમે આઈડી પ્રૂફ વગર 2000 રૂપિયાની નોટ અન્ય મૂલ્યની નોટો સાથે બદલી શકો છો. આ માટે તમારે કોઈ ફોર્મ ભરવાની જરૂર નથી. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના પત્રમાં આ અંગે જાણકારી આપી છે.


આઈડી કાર્ડ સ્વીકારવામાં આવશે નહીં

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેના નોટિફિકેશનમાં કહ્યું છે કે, 2000 રૂપિયાની નોટ બદલવા માટે કોઈપણ વ્યક્તિએ આંખનો પુરાવો આપવો પડશે નહીં કે કોઈ ફોર્મ ભરવાનું રહેશે નહીં. 2000 રૂપિયાની 20,000 રૂપિયા સુધીની નોટ એક જ વારમાં સરળતાથી બદલી શકાશે.

થાપણોને લઈને બેંકના જે પણ નિયમો છે, તેનું પાલન કરવું પડશે

23 મે અને 30 સપ્ટેમ્બર, 2023 ની વચ્ચે, કોઈપણ વ્યક્તિ જેની પાસે 2000 રૂપિયાની નોટ છે તે તેને અન્ય મૂલ્યોની નોટો માટે બદલી શકે છે. તેવી જ રીતે, બેંક ખાતામાં 2000 રૂપિયાની નોટ જમા કરાવવા માટે કોઈ વધારાનું ફોર્મ ભરવાનું રહેશે નહીં. જો કે, થાપણોને લઈને બેંકના જે પણ નિયમો છે, તેનું પાલન કરવું પડશે.

ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો આ રીતે પણ નોટ એક્સચેન્જ કરાવી શકશે 

ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો પણ બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ સેન્ટરની મુલાકાત લઈને 2000 રૂપિયાની નોટો એક્સચેન્જ કરાવી શકે છે. પરંતુ કેન્દ્ર પર માત્ર 2000 રૂપિયાની 4000 રૂપિયા સુધીની નોટો જ બદલી શકાશે. બિઝનેસ કોરસપોન્ડન્ટ્સ બેંકની જેમ કામ કરે છે. તેઓ ગ્રામજનોને બેંક ખાતા ખોલવામાં મદદ કરે છે. તે વ્યવહાર પણ કરે છે.